• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Students Of Khataamba Village In Vansdana Are Forced To Walk Eight Km Every Day Without Transportation Facility To Go To School.

આમાં અભ્યાસ કઈ રીતે કરવો?:વાંસદાના ખાટાઆંબા ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોય દરરોજ આઠ કિમી ચાલવા મજબૂર

નવસારી20 દિવસ પહેલા
  • વિદ્યાર્થીઓને પડતી તકલીફનો અનુભવ કરવા વાંસદાના ધારાસભ્ય આજે વિદ્યાર્થીઓ સાથે ચાલીને શાળાએ પહોંચ્યા
  • વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામેથી વિદ્યાર્થીઓને બોરીયાછ ગામે આવેલી તેમની શાળાએ 8 કિલોમીટર પગપાળા ચાલીને પહોંચવું પડે છે.ત્યારે આ વિદ્યાર્થીઓની વેદના અને અનુભવ જાણવા માટે આજે વાંસદાન ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો પણ પગપાળા શાળાએ પોહચ્યા હતા.

આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના 100 થી વધુ વિદ્યાર્થીઓ ડુંગરાળ વિસ્તારમાંથી મુખ્ય રસ્તા સુધી અને ત્યાંથી 8 કિમી દૂર બોરીયાછ ગામે આવેલી સરદાર પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા સુધી ચાલીને પહોંચે છે. વિદ્યાર્થીઓ રોજના અંદાજે 8 થી 10 કિમી ચાલીને બેથી અઢી કલાકે શાળાએ થાકીને પહોંચતા હોય છે, જેને કારણે સીધી અસર અભ્યાસ અને શૈક્ષણિક પરિણામ પર અસર પડે છે. ત્યારે આ વિદ્યાર્થીઓની વેદના સમજીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ ના આગેવાનો આ વિદ્યાર્થીઓ સાથે 8 કિલોમીટર ચાલી ને ખાટાઆંબાથી બોરીઆછ સુધી પોહચ્યાં હતા.ત્યારે આવનાર સમયમાં જો એસટી વિભાગ બોરીઆછ થી કણધા સુધીની બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો બસ ન શરૂ કરાશે તો ધરણા સહિત ઉગ્ર આંદોલનો પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.વાંસદાના ખાટાઆંબાના વિદ્યાર્થીઓને પડતી અગવડતા વિશે બીલીમોરા એસટી ડેપો મેનેજરને શાળાના આચાર્ય દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બસ ચાલુ કરવામાં આવી નથી ત્યારે બસ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવીજ તેમની માંગ છે.

વાંસદાના અંતરિયાળ કણધા ગામ સુધીનો રસ્તો સારો હોવા છતાં કોઈક કારણસર અંદાજે 10 વર્ષ અગાઉ બંધ થયેલ એસટી બસ સેવા ખાટાઆંબા સહિતના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીરૂપ બની હતી.ત્યારે આ બસને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવીજ તમામની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...