• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Students Formed A Human Chain To Bring Voting Awareness In The Festival Of Democracy, Election Commission Became Active In The District.

મતદાર જાગૃતિ અભિયાન:લોકશાહીના મહાપર્વમાં વોટિંગ અવેરનેશ લાવવા વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી,જિલ્લામાં ચૂંટણી પંચ એક્ટિવ બન્યું

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિઘાનસભાની સામાન્ય ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરિત થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે આજ રોજ નવસારી શહેરમાં વિધાર્થીઓની પાંચ કીલોમીટર લાંબી સાંકળ બનાવી મતદાન કરવા માટે મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકશાહીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી એ દરેક નાગરિકની પ્રથમ ફરજ છે.ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે અર્થે નવસારી શહેરમાં આજરોજ વિધાર્થીઓએ પાંચ કિલોમીટર લાંબી સાંકળ બની હતી. આ સાંકળ સ્ટેશન વિસ્તાર થી ફુવારા ,જુનાથાણા થઈ કાલિયાવાડી કલેકટર સુધી બનાવવામાં આવી હતી.

આ સાંકળમા 5000થી વધુ વિધાર્થીઓએ મતદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરી રાહદારીઓ સાથે શહેરીજનોને લોકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા છે. નવસારીની 14થી વધુ સ્કુલનાં વિધાર્થીઓ ભાગ લઇને મોટી સંખ્યામાં મતદારોને જાગૃત કરવામાં આવ્યા છે . આગામી પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે જેમાં નવસારીમાં સૌથી વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી રાજેશ બોરાડ, ચૂંટણી નોડલ અધિકારી વર્ષા રોહા, જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્વરી ટંડેલ સાથે ક્ષિશકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...