ભાસ્કર ઈમ્પેક્ટ:જર્જરિત બિલ્ડીંગોનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવાશે

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં પાલિકાની જ કેટલીક બિલ્ડીંગ ખખડધજ છે

નવસારી-વિજલપોર પાલિકાની જર્જરિત, બિસમાર બિલ્ડીંગોનો પાલિકા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી આગળની કાર્યવાહી કરશે.નવસારીમાં ખાનગી મિલકતો તો જર્જરિત છે જેનો સરવે કરે અહીંની નગરપાલિકા નોટિસ આપી મરામત કરવા યા ઉતારી લેવા જણાવે છે પણ નગરપાલિકાની પોતાની બિલ્ડીંગો પણ કેટલીક જર્જરિત, બિસમાર છે, જેમાં પાલિકાની માર્કેટ, શોપિંગ સેન્ટર વધુ છે.

પાલિકાની આ બિસમાર બિલ્ડીંગમાં પોપડા ઉખડે છે,સળિયા પણ બહાર આવેલ દેખાય છે આમ છતાં યોગ્ય પગલાં લેવાતા નથી, જે બાબતનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કરે’ 10મી મે ના રોજ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ નગરપાલિકાએ આવી બિલ્ડીંગો માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવાનું નક્કી કર્યાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટના આધારે બિલ્ડીંગોની માત્ર મરામત કરવી યા આગળ પગલાં લેવા તે નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...