તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી વિજલપોર પાલિકામાં મિલકત વેરાની કડક વસુલાત ઝુંબેશ અચાનક જ વર્તમાન મહિનાથી બંધ કરી દેવાઈ છે.હાલ ચૂંટણીને લઈ ઝુંબેશ અટકી ગયાની ચર્ચા પણ ચાલી રહી છે. નવસારી વિજલપોર નગરપાલિકાએ ડિસેમ્બર - જાન્યુઆરીમાં જે મિલકતોની વેરાની વસુલાત વધુ બાકી હોય તેમની પાસે કડક વસુલાત શરૂ કરી હતી. જે અંતર્ગત એક પછી એક મિલકતો સિલ કરવાનું શરૂ કર્યું હતું. વધુ વેરાના મુદ્દે 80 જેટલી મિલકતો સિલ પણ કરી દીધી હતી. અનેક મિલકતધારકોએ સિલ થવાના ડરથી વેરાની બાકી રકમ પણ ભરી દીધી હતી. જેને લઈને વસુલાત સારી આવવા લાગી હતી.
હજુ ય વેરાની ઘણી બાકી રકમ બાકી છે અને વર્ષ 2020-21 પૂર્ણ થવાને દોઢ મહિનો પણ પૂરો બાકી રહ્યો નથી. જોકે વેરા વસુલાત માટેની કડકાઈ ઢીલી પડી ગઈ છે. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનો શરૂ થયો ત્યારથી પાલિકા વેરા વસુલાત તો કરી રહી છે, પણ જે મોટા બાકીદારો છે. તેની ઉપર કડકાઈ કરી રહી નથી, મિલકતો સિલ કરી રહી નથી. કડક વસુલાત ઝુંબેશ બંધ કરાઈ છે. જો કે મોટા ભાગનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલો હોય વસુલાત ઝુંબેશ બંધ થયાનું એક કારણ છે.
ઝુંબેશ રોકવાનું કારણ ચૂંટણી કે..
હાલ વસુલાતમાં કડકાઈ ન કરવાનું કારણ ચૂંટણી હોવાની એક ચર્ચા ચાલી રહી છે. કડકાઈની અસર ચૂંટણી ઉપર પડી શકે છે, જોકે પાલિકા સૂત્રો હાલ ચૂંટણીની કામગીરીમાં સ્ટાફ જોતરાયો હોય ફિલ્ડ કામગીરી માટે પૂરતો સ્ટાફ ન હોવાનું પણ જણાવે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.