તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક અમલ:નવસારી જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા કરાઈ કડક કાર્યવાહી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કફર્યૂ અને માસ્ક ના પહેરનારાઓ પાસેથી દંડની વસૂલાત કરાઈ

નવસારી જિલ્લા પોલીસે જાહેરનામાનો ભંગ ને લઈને કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે ગુનો નોંધ્યો છે.કોરોનાની મહામારી માં જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે જેમાં શહેરીજનોએ એ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવવાનું હોય છે જેમાં કેટલાક શહેરીજનો નિયમોનો ભંગ કરતા પોલીસ એમના વિરુદ્ધ દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરે છે.

ગત રોજ જિલ્લા પોલીસે દિવસના આંશિક લોકડાઉન અને રાત્રી કરફ્યુ દરમ્યાન નિયમોનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી ની એક યાદી પ્રસિદ્ધ કરી છે જેમાં જાહેરનામા ભંગ ના 149 કેસ કર્યા છે, 70 વાહન ડીટેઈન કરાયા, અનેમાસ્ક ન પહેરનાર 140 બેદરકાર લોકો પાસેથી 140,000 નો દંડ વસુલાયો છે. સાથેજ નાઈટ કરફ્યુનો ભંગ કરનાર 113 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવામાં પામ્યો છે.દરેક શહેરીજનોએ જાહેરનામાનું ચુસ્તપણે જવાબદારી પૂર્વક પાલન કરવું જોઈએ સાથેજ સુરત તેમજ અન્ય શહેરમાં નોકરી કરતા લોકોએ 8 પહેલા શહેરમાં પ્રવેશ કરી લેવા અપીલ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...