ઢોરોનો અડિંગો:પાંજરાપોળમાં કેપેસિટી ન રહેતા અઠવાડિયાથી ઢોર પકડવાનું બંધ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં પાલિકા કચેરી નજીક જ ઢોરોનો અડિંગો. - Divya Bhaskar
નવસારીમાં પાલિકા કચેરી નજીક જ ઢોરોનો અડિંગો.
  • ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ 50 ઢોર પકડ્યા હતા
  • હજુ નવસારી​​​​​​​ શહેરભરમાં ઠેરઠેર જોવા મળતી સમસ્યા

નવસારીમાં માત્ર 5 દિવસ જ રખડતા ઢોર પકડી છેલ્લા અઠવાડિયાથી પાલિકાએ પકડવાનું બંધ કરી દીધું છે. નવસારીમાં 24 જુલાઈ બાદ પાલિકાએ ઢોર પકડવાનું બંધ કરી દીધું હતું.જોકે ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપ્યા બાદ પુનઃ 26 ઓગસ્ટના અરસામાં પકડવાનું શરૂ કર્યું હતું. પાંચેક દિવસમાં 50 જેટલા ઢોર પાલિકાએ પકડ્યા હતા અને ખડસુપા પાંજરાપોળ મોકલ્યા હતા. જોકે પાંજરાપોળમાં વધુ ઢોર રાખવાની કેપેસિટી ન રહેતા 1 સપ્ટેમ્બરના અરસામાં વધુ ઢોર રાખવાનું બંધ કર્યું હતું. બુધવારે અઠવાડિયું થઈ ગયું નવસારી-વિજલપોર પાલિકાએ પુનઃ ઢોર પકડવાનું શરૂ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...