અનિશ્ચિતતા:જિલ્લાની 11 ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે હજુ અનિશ્ચિતતા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુદત પૂરી થતાં વહીવટદાર નિમાઈ ગયા છે

નવસારી જિલ્લામાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મુદત પૂર્ણ થઈ ગઇ હોવા છતાં તેની આગામી ચૂંટણી અંગે હજુ અનિશ્ચિતતા જ છે.થોડા સમય અગાઉ જિલ્લાની મહત્તમ ગ્રામ પંચાયતોની મુદત પૂરી થયા બાદ ચૂંટણી યોજાઈ ગઈ હતી. જોકે જિલ્લાની 11 જેટલી ગ્રામ પંચાયતોની મુદત તે સમયે પુરી થઈ ન હતી, જે થોડા દિવસ અગાઉ જ પૂર્ણ થઈ ગઇ છે.

આ પંચાયતોમાં દાંતી, કૃષ્ણપુર, પનાર, કણિયેટ, ચોરમલા ભાઠા, પીપલધરા, મહુવાસ અને આંબાબારી છે. આ ઉપરાંત અન્ય 4 ગ્રામ પંચાયતના વિભાજનને લઈને પણ ચૂંટણી યોજવાની થાય છે, જેમાં રૂમલા, આંબાપાડા, સિયાદા અને પ્રધાનપાડાનો સમાવેશ થાય છે. જેમની મુદત પૂરી થઈ ગઇ છે તે ગ્રામ પંચાયતોમાં વહીવટદારો પણ નિમાય ગયા છે.

આ ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલી તકે યોજવી પડે એમ છે, જોકે હજુ સુધી ચૂંટણી ક્યારે થશે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેને લઈ અનિશ્ચિતતા જ પ્રવર્તી રહેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી વિલંબવાનું કારણ ઘણા વિધાનસભાની ચૂંટણી સાથે જોડી રહ્યા છે. જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતોમાં વોર્ડની ચૂંટણી પણ કરવી પડે એમ છે.

અન્ય સમાચારો પણ છે...