આયોજન:નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ ધો-8ની પરીક્ષા યોજાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં 3895 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જ્યારે 73 ગેરહાજર રહ્યા હતા

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતા અને વાર્ષિક દોઢ લાખની આવક ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના 5097 કવોટા માટે લાભાર્થીઓની પસંદગી કરવા દર વર્ષે બોર્ડ દ્વારા ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન થાય છે.

ચાલુ વર્ષે આ પરીક્ષામાં નોંધાયેલ 189237, વિદ્યાર્થીઓ પૈકી:- 180521 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીની વાત કરીએ તો નવસારીમાં 3895 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 73 ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર વેચાયેલા કવોટામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધી શિક્ષા મંત્રાલય દ્વારા નક્કી થયેલા નિયમોનુસાર વાર્ષિક 12000 મુજબ કુલ 48000 સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

સ્કોલરશીપની રકમ ઉપરાંત સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ માટે અને આવા વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે આ પરીક્ષા ખૂબ અગત્યની છે, વિદ્યાર્થીઓને NMMS પરીક્ષામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા, ભાગ લેનાર વિદ્યાર્થીઓને પરીક્ષાની અભૂતપૂર્વ તૈયારી કરાવવી અને સમગ્ર રાજ્યમાં ખૂણેખૂણેથી છેવાડાની શાળાઓના વિદ્યાર્થીઓનું મેરીટમા આવવું તે સરકારી શાળાઓના રાજ્યના હજારો શિક્ષકો જરૂરિયાતવાળા તેજસ્વી વિદ્યાર્થીઓને માટે ગર્વની લાગણીની અનુભુતી કરાવે છે. સમગ્ર રાજયમાંથી જુદા જુદા જિલ્લાના DEC, DPEC અને અધિકારીઓએ મુલાકાત લઇ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...