નિર્ણય:નવસારીના દાબુ હોસ્પિટલ નજીક ચંદ્રશેખર વિજયજીની પ્રતિમા મુકાશે, પાલિકાની સામાન્ય સભામાં મંજુરી

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રશેખરવિજયજી મહારાજ - Divya Bhaskar
ચંદ્રશેખરવિજયજી મહારાજ

નવસારીના દાબુ હોસ્પિટલ નજીક જૈનમુનિ પૂ.ચંદ્રશેખર વિજયજી મહારાજની પણ પ્રતિમા મુકાશે.સર્કલ ઉપર મહાત્મા ગાંધીજીની પ્રતિમા અગાઉથી છે.જૈન સમાજમાં પૂ ચંદ્રશેખર વિજયજી મહારાજજીનું ખૂબ મોટું નામ છે અને મોટું યોગદાન છે. મહારાજ સાહેબ તરીકે જાણીતા ચંદ્રશેખરજી નવસારી પણ અવારનવાર રોકાણ કરતા હતા અને નવસારીમાં આવેલ તપોવન સંસ્કારધામ સ્થાપવાના પ્રણેતા પણ છે. અહીંની નગરપાલિકાએ શહેરમાં તેમની યાદગીરી તાજી રહે તે માટે પ્રતિમા મુકવાનો નિર્ણય કર્યો છે.

આ પ્રતિમા ફુવારા સર્કલ પાસે દાબુ હોસ્પિટલ નજીક મુકાશે અને તે બાબતને પાલિકાની સામાન્ય સભાએ મંજુરી પણ આપી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે ફુવારા સર્કલ ઉપર મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે જ પરંતુ તે પ્રતિમા અને સર્કલ યથાવત રહેશે પણ તેની થોડે દુર પૂ.ચંદ્રશેખર વિજયજીની પ્રતિમા મુકાશે એમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...