સ્પર્ધા:નવસારીની શ્રીમદ રાજચંદ્ર શાળાના છાત્રને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોટોકન કરાટે ચમ્પિનશીપ સ્પર્ધાનું કરાયેલું આયોજન
  • કુમિતે 28 કિલો વજન કેટેગરીમાં મેળવેલી િસદ્ધિ

નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી માલવ ધર્મેશભાઈ મોદીએ કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક મેળવતા શાળા પરિવારમાં હર્ષનું મોજુ ફરી વળ્યું હતું.

નિહાન શોટોકન કરાટે એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાએ સોટોકન કરાટે ચમ્પિનશીપ સ્પર્ધા-2022નું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં માલવ મોદીએ કુમિતે 28 કિલો વજન કેટેગરીમાં સુવર્ણચંદ્રક સાથે પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઠાકોરભાઈ નાયક, મંત્રી તુષારકાંત દેસાઈ, આચાર્યા કુતલબેન દેસાઈ તથા શાળા પરિવારે માલવ મોદી ઉપર અભિનંદનની વર્ષા વરસાવી હતી.

અન્ય સમાચારો પણ છે...