તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનારા નવસારીના મહિલા પોલીસ અધિકારીને રાજ્ય સરકારે શક્તિ એવોર્ડ આપી સન્માનિત કર્યા

નવસારી7 દિવસ પહેલા
  • છેલ્લા 3 વર્ષથી નવસારી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે
  • જિલ્લામાં ફરજ બજાવતા અન્ય PSI નિપા પુરાણીને પણ શક્તિ એવોર્ડ મળ્યો

કોરોના કાળમાં વહીવટી અને પોલીસ અધિકારીઓએ સંયમ ગુમાવ્યાં વગર અને સંવેદનશીલ બનીને ફરજ નિભાવવાની કામગીરી કરી હતી. જેમાં સમાજના દરેક લોકોને બનતી મદદ કરીને સરાહનીય કામગીરી કરનારા મહિલા અધિકારીઓને રાજ્ય સરકારે તમામ જિલ્લાના કોરોના વોરિયર શક્તિ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ત્યારે નવસારીના મહિલા PSI એસ.બી.ટંડેલને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. શ્રમિકોને રહેવાની જમવાની વ્યવસ્થા કરી આશ્રય અપાવ્યો હતો. મહિલા PSI શેફાલી ટંડેલની કોરોના કાળની કામગીરી પર નજર નાખીએ તો કોરોના સંબધિત જાહેરનામાં ભગના કેસ કરવા ઉપરાંત વાહન ડિટેનની કામગીરી મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી.

જિલ્લાના જરૂરિયાતમંદોને માસ્ક તેમજ સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવસનું મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું. હાઇવે પરથી પસાર થતા શ્રમિકોને રહેવાની જમવાની વ્યવસ્થા કરી આશ્રય અપાવ્યો હતો. જિલ્લામાંથી તેમના નામની દરખાસ્ત મોકલાઈ હતીજે કામગીરીની નોંધ રાજ્ય સરકારે લેતા જિલ્લામાંથી તેમના નામની દરખાસ્ત મોકલાઈ હતી. જેને લઈને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસ.બી.ટંડેલને શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. મહિલા હોવા છતાં કોરોના કાળમાં પરિવારથી દૂર રહીને અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર અનેક મહિલા પોલીસ કર્મીઓએ સરાહનીય અને દિશાસુચક ફરજ બજાવી હતી, ત્યારે રાજ્ય સરકારે તેમને સન્માન આપીને ફરજ સાથે સંવેદનશીલતાને પણ સલામ કર્યા હતા.

જિલ્લામાં ફરજ બજાવતા અન્ય PSI નિપા પુરાણીને પણ શક્તિ એવોર્ડ મળ્યો છે. જોકે, તેમને તત્કાલીન કોરોના કાળમાં વલસાડ જિલ્લામાં કરેલી કામગીરીને જોતા સન્માન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...