આવેદન:નવસારી સહિત રાજ્યમાં શિક્ષણ અને છાત્રોના હિતમાં ધો-1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સ્થિર થઈ છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની રજૂઆત
  • દિવાળી પહેલા શાળા શરૂ થાય તે જરૂરી, જિલ્લામાં 185 શાળામાં 27000 જેટલા છાત્રો નોંધાયા છે

નવસારી સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સ્થિર થઈ છે ત્યારે ધોરણ-1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા માટે નવસારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને ઉદ્દેશીને િજ.શિક્ષણ પ્રા.અિધકારીને અપીલ કરતું આવેદનપત્ર આપ્યું હતું.

નવસારી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિત હોદેદારોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે હવે જ્યારે કોરોનાની સ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે. સરકાર દ્વારા વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશન થયું છે. ઉપરાંત આરોગ્યના નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે હવે કોરોનાની નવી કોઈ લહેર આવવાની સંભાવના નહિવત્ છે અને બાળકોમાં પણ કોરોનાનો કોઈ ખતરો નથી તેવું સ્પષ્ટ થાય છે ત્યારે હવે ધોરણ-1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા એ બાળકો અને શિક્ષણના હિતમાં છે. દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પૂર્વવત નોર્મલ શિક્ષણમાં ઢાળી શકાશે.

બીજું સત્ર પણ ત્યારબાદ વધુ સારી રીતે કાર્યરત કરી શકાશે. વિશાળ વાલી સમુદાય વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં ત્વરિત નિર્ણય કરવા પણ જણાવ્યુ હતું. નવસારી જિલ્લામાં હાલ 185 જેટલી પ્રાથમિક શાળામાં અંદાજે 27000 છાત્રની નોંધ થઈ છે ત્યારે આ છાત્રો હાલમાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે સરકારી શાળામાં શિક્ષકો શેરી શિક્ષણ અને તેમના ઘર નજીક જઈ અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વર્ગો ઓફલાઇન શાળા શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.

ચોક્કસ ગાઈડલાઈન સાથે શરૂ કરવા માગ કરી છે
વિશાળ વાલી સમુદાય પણ પોતાના બાળકોના અભ્યાસ માટે ચિંતિત છે અને અનેક વાલીઓ પણ પોતાના બાળકોને શાળામાં મોકલવા સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા વારંવાર રજૂઆતો કરી રહ્યા છે. ચોક્કસ ગાઈડલાઇન સાથે શાળાઓ પૂર્વવત શરૂ કરવા અમો વાલીઓ અને વિદ્યાર્થીઓની લાગણી અને અવાજ આપને આ પત્ર દ્વારા રજૂ કરી રહ્યા છીએ ત્યારે ત્વરિત શાળાઓ શરૂ કરવા નિર્ણય લેવા વિનંતી છે. > મનોજ જીવાણી, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

રજૂઆત કરવાની શા માટે ફરજ પડી
કોરોનાના કેસ ઘટવાને કારણે પરિસ્થિતિ સારી હોય ઓફલાઇન વર્ગ શરૂ કરી શકાય.બાળકો ઓનલાઇન અભ્યાસમાં રૂચિ દાખવતા નથી.મોટાભાગના ઘરોમાં એક જ મોબાઈલ હોય અને અભ્યાસ કરનારા બેથી વધુ હોય તો તેમના માટે ઓનલાઇન અભ્યાસ સારો.પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓમાં કોરોના ટ્રાન્સમિશનનું પ્રમાણ ખૂબ ઓછું છે. બંધ રાખવાથી બાળકોની શીખવાની પ્રક્રિયા, માનસિક આરોગ્ય અને સમગ્રલક્ષી વિકાસ પર ગંભીર અસરો જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...