તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસોટીનો પ્રારંભ:આજથી ધોરણ-9થી12ના છાત્રોની ઓનલાઈન એકમ કસોટીનો પ્રારંભ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અભ્યાસક્રમ ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો રહેશે
 • સોફ્ટ કે હાર્ડ કોપી 6 જાન્યુ.સુધીમાં શાળાએ આપવી પડશે

કોરોનાના કારણે નવસારી અને વલસાડ જિલ્લાની શાળાઓ બંધ છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવામાં આવશે. આ કસોટીમાં અભ્યાસક્રમ ઓક્ટોબર અને નવેમ્બર માસ સુધીનો રહેશે. વિદ્યાર્થીઓને આ કસોટી માટે લિંક મોકલવામાં આવશે.

નવસારી સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓ શાળા બંધ હોવાથી અનોલાઇન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે ધો.9 થી ધો.12ની એકમ કસોટી 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન લેવાનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયું છે. જેમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

વિદ્યાર્થીઓએ લખેલા ઉત્તરોની સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં 6 જાન્યુઆરી સુધીમાં શાળાના આચાર્યને પહોંચતા કરવાના રહેશે.વિદ્યાર્થીઓ એકમ કસોટી ઘરે બેઠા બેઠા આપશે. જો કે હાલ શાળાઓ શરૂ થવાના કોઇ એંધાણ દેખાતા નથી. જેથી વિદ્યાર્થીઓએ ઘરેથી ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવો પડશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રશ્નપત્રના જવાબ આપી સબમિટ કરશે. ઓનલાઇન અભ્યાસમાં સ્વાભાવિક જ વિદ્યાર્થીઓ નિયમિત શાળા જેવી તૈયારી કરી શક્યા નથી ત્યારે માતાપિતા પણ પોતાના સંતાનો ટેન્શન મુક્ત બની પરીક્ષા આપે તેવું ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો