તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન શિક્ષણ:નવસારીમાં આજથી પાઠ્ય પુસ્તકો વિના ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નગર અને જિલ્લાની શાળાઓમાં સપ્તાહમાં પુસ્તકો અપાશે

નવસારી જિલ્લામાં અભ્યાસનું વર્ષ 2020 -2021 કોરોનાના કારણે એક માસ જ ઓફલાઇન વર્ગો ચાલ્યા બાદ કોરોનાના સંક્રમણના કારણે પુન શાળાનો અભ્યાસ ઓનલાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ 1 થી 11ના રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશનનો નિર્ણય શિક્ષણ વિભાગ કરવામાં આવ્યો હતો.

તા.7 જૂનથી અભ્યાસ માટેનું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે. પણ હાલમાં સરકારની સૂચના આવે નહિ ત્યાં સુધી હાલ ઓનલાઇન અભ્યાસ શરુ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી છે. કોરોનાના કારણે છાત્રોનું વર્ષ 2020-21 ઓફલાઇન અને ત્યાર બાદ ઓનલાઇન શરૂ થયું હતું. કોરોનાની ગંભીરતાને કારણે ધોરણ 1 થી 11ના છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને કારણે આગામી અભ્યાસનું સત્ર આગામી તા.7 જૂનથી શરૂ થનાર છે. હાલમાં સરકાર દ્વારા માત્ર ઓનલાઇન અભ્યાસ કરાવવા માટે નવસારીની શાળાઓને આપવામાં આવી છે.

નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અને જિલ્લાની દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો પ્રથમ સપ્તાહમાં આપી દેવાશે તેવી માહિતી પણ મળી છે. ત્યાર બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

હાલ સરકારની સૂચના પ્રમાણે ઓફલાઇન વર્ગો જ ચાલશે
નવસારીમાં સરકારની સૂચના પ્રમાણે 100 ટકા સ્ટાફ સાથે શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત થશે. જેમાં પ્રથમ સપ્તાહમાં પાઠ્ય પુસ્તકો દરેક છાત્રોને આપવામાં આવશે. હાલ નવસારી શહેરમાં 4,000 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં માત્ર ઓફલાઇન અભ્યાસ જ કરાવાશે. > ભૂમિકા પટેલ, સાશન અધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...