તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી શિક્ષણ સેવા:નવસારીમાં જુના છાત્રો પાસેથી પુસ્તકો મેળવી નવાને વિનામૂલ્યે આપી ઓનલાઇન અભ્યાસક્રમની શરૂઆત

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્રજ નીરજ દેસાઈ, છાત્ર, સંસ્કારભારતી શાળા
પ્રિતેશ ગજેરા, આચાર્ય, સંસ્કારભારતી શાળા, નવસારી - Divya Bhaskar
વ્રજ નીરજ દેસાઈ, છાત્ર, સંસ્કારભારતી શાળા પ્રિતેશ ગજેરા, આચાર્ય, સંસ્કારભારતી શાળા, નવસારી
  • જિલ્લામાં સંસ્કારભારતી શાળા નવતર પ્રયોગ કરનાર પ્રથમ હાઇસ્કૂલ

નવસારી જિલ્લામાં ઓનલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છે પણ ઘણી શાળાઓમાં પાઠ્યપુસ્તકો આવ્યા નથી ત્યારે છાત્રોને ઓનલાઇન શિક્ષણમાં પાઠ્યપુસ્તકો વગર સમજ પડતી ન હોવાની સમસ્યાને સમજીને સંસ્કારભારતી શાળાના આચાર્ય દ્વારા એક નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં જુના છાત્રો પાસે પાઠ્યપુસ્તકો ઉઘરાવીને નવા પ્રવેશ મેળવનાર છાત્રોને વિનામૂલ્યે આપીને વાલીઓનું આર્થિક ભારણ ઓછું કર્યું હતું. આ પ્રયોગ કરનારી સંસ્કારભારતી શાળા જિલ્લાની પ્રથમ શાળા બની હતી.

કોરોનાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1 થી 12ના છાત્રોની પરીક્ષા રદ કરી તેમને માસ પ્રમોશન અપાયું છે. હાલમાં ધોરણ-1 થી 12ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દેવાયો છે પરંતુ મોટાભાગની હાઈસ્કૂલમાં જરૂરી પાઠ્યપુસ્તકો આવ્યા નથી. જેથી ઓનલાઇન શિક્ષણમાં પાઠ્યપુસ્તકો વગર છાત્રોને સમજ પડતી નથી.

જેને પગલે સંસ્કારભારતી શાળાના આચાર્ય પ્રિતેશ ગજેરાને આગામી સત્રમાં છાત્રો પાઠ્યપુસ્તકો વગર અભ્યાસથી વંચિત નહીં રહે તે માટે એક વિચાર આવ્યો હતો. જે મુજબ વિવિધ ધોરણોમાં પાસ થયેલા છાત્રો પાસે તેમના પુસ્તકો શાળામાં મંગાવ્યા હતા અને આ પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે નવા પ્રવેશ મેળવનારા 1430 છાત્રને આપવામાં આવ્યા હતા. તેમણે ટાઈમ ટેબલ પણ બનાવીને 7મી જૂનથી ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દીધો હતો. આ નવતર પ્રયોગને શિક્ષણવિદોએ પણ પ્રશંસા કરી હતી.

વેકેશનમાં જ પાઠ્યપુસ્તકો આપી દેવાયા હતા
હાલમાં મેં ધોરણ-8 પાસ કરીને ધોરણ-9માં પ્રવેશ મેળવ્યો છે. અમને વેકેશનમાં જ બોલાવી શાળા દ્વારા ધોરણ-9ના પુસ્તકો આપવામાં આવ્યા છે. ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો હોય આ પુસ્તકોથી મને ઓનલાઇન અભ્યાસ અને રિવિઝનમાં ઉપયોગી થશે. - વ્રજ નીરજ દેસાઈ, છાત્ર, સંસ્કારભારતી શાળા

ટેકસબુક વગર ઓનલાઇન અભ્યાસ સમજ ન પડે
કોરોનાના કારણે આ વર્ષે પણ ઓનલાઇન અભ્યાસની શરૂઆત થઈ છે. ટેકસબુક વગર બાળકોને ઓનલાઇન અભ્યાસમાં મુશ્કેલી પડે છે, તે સરકારે પણ સ્વીકાર્યું છે ત્યારે અમે જુના છાત્રોને કહીં પુસ્તકો મંગાવ્યા અને સારા પુસ્તકો નવા પ્રવેશ મેળવનાર છાત્રોને વેકેશન દરમિયાન જ આપવામાં આવ્યા હતા. હજુ બજારમાં પુસ્તકો આવ્યા નથી ત્યારે આ પુસ્તકની મદદથી છાત્રો રિવિઝન પણ કરી શકશે અને વાલીઓનું આર્થિક ભારણ પણ
ઘટ્યું છે. - પ્રિતેશ ગજેરા, આચાર્ય, સંસ્કારભારતી શાળા, નવસારી

અન્ય સમાચારો પણ છે...