તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:નવસારી-સુરત વચ્ચે બંધ ટ્રેન શરૂ કરો

નવસારી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અપડાઉન કરનારા પાસ હોલ્ડર અને ડાયમન્ડ મર્ચન્ટ એસો.ની રજૂઆત
 • વિરમગામ પેસેન્જર, દાહોદ ઇન્ટરસિટી અને સંજાણ મેમુ શરૂ કરવા માંગ

નવસારીમાં રવિવારે સુરત અને વલસાડ, વાપી અપડાઉન કરનારા પાસ હોલ્ડર દ્વારા રેલવે વિભાગને ટ્રેનસેવા શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં નવસારી ડાયમંડ મર્ચન્ટ એસો.ના હોદ્દેદારોએ આક્રમક રજૂઆત કરી હતી. જેમાં પાસ હોલ્ડર અગ્રણી મહેશ બાસ્ટીકર દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું કે અપડાઉન કરનારા નવસારીના તમામ વર્ગના કર્મચારી-કામદારો અને દિવ્યાંગો જેમના પરિવારોનું ગુજરાન વર્ષોથી સુરત સાથે સંકળાયેલું છે, જે ટ્રેનોના અપડાઉનના માધ્યમથી ચાલે છે પરંતુ કોરોનાની મહામારીના કારણે ટ્રેનો બંધ છે.

જેથી તાત્કાલિક ધોરણે વિરમગામ પેસેન્જર, દાહોદ ઇન્ટરસિટી અને સંજાણ મેમુ ટ્રેન શરૂ કરે તેવી માંગ છે. નવસારી ડાયમન્ડ મર્ચન્ટ એસો.ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા, જીગીશ શાહ, સંજય શાહ, પ્રકાશ વોરા સહિત અગ્રણીઓએ રેલવેના અધિકારીને આવેદનપત્ર સોંપી માંગ પુરી ન થયે એક સપ્તાહ બાદ મળી આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી.

ટ્રેનના ભાડા વધશે તો લોકો રસ્તા પર આવશે
રેલવે ટ્રેનસેવા બંધ છે, બસમાં ભીડ છે. ભાડા વધારવા માટે રેલવે ટ્રેનસેવા શરૂ કરતાં નથી. માર્કેટ ચાલુ છે, મોલ ખુલ્લા છે. રાજકીય પાર્ટીઓમાં ભીડ છે ત્યાં કોરોના લાગતો નથી માત્ર ટ્રેનસેવા શરૂ કરવામાં કોરોના સંકમણ થઈ શકે એ વાત ખોટી છે. જો ટ્રેનસેવા શરૂ ન થશે તો સામાન્ય અને મધ્યમવર્ગ રસ્તા પર આવી જશે, જે સરકારને ભારે પડશે. - મહેશ બાસ્ટીકર, અગ્રણી, નવસારી પાસ હોલ્ડર

અકસ્માતમાં ઘણાં યુવાનોએ જીવ ગુમાવ્યાં છે
નવસારી જિલ્લામાંથી હજારો લોકો સુરત ટ્રેનસેવાને અભાવે ખાનગી વાહનોમાં ભાડા ખર્ચીને કે પોતાના વાહનો લઈને જાય છે. જેને પગલે માર્ગ અકસ્માતની સંખ્યા વધી છે. પોતાના ઘરના મોભી, દીકરો, પતિ અને પુત્ર અકસ્માતમાં ગુમાવ્યા છે. મોંઘવારીની દૃષ્ટિએ મોંઘવારી રત્નકલાકારો અને આમ નોકરિયાતોને પોષાય તેમ નથી. - રાજેન્દ્ર દેરાસરિયા, પૂર્વ પ્રમુખ, નવસારી ડાયમંડ મર્ચન્ટ એસો., નવસારી

રેલવેના ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત પહોંચાડીશું
અમને નવસારીમાં અપડાઉન કરતા પાસ હોલ્ડરો અને નવસારી ડાયમંડ મર્ચન્ટ એસો. નું લેખિત રજૂઆત મળી છે. તેમની આ રજૂઆતને અમે રેલવેના ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડીશું. - બી.કે.સિંહ, રેલવે સ્ટેશન માસ્તર, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો