બેદરકારી:S.T. તંત્ર કોરોના જાગૃતિ કસોટીમાં નાપાસ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિદિન 4 લાખની આવક કરાવતા મુસાફરોની સુરક્ષા માટે ડેપો પાસે કોઇ નક્કર આયોજન નથી, માત્ર દેખાડા પૂરતી સુવિધા
  • જ્યાંથી દરરોજ હજારો મુસાફરો નવસારી આવન-જાવન કરે છે ત્યાં જ સાવધાનીના નામે શૂન્ય

નવસારીના એસટી ડેપો દ્વારા અનલોક-૩ દરમિયાન સરકારી માર્ગદર્શિકા પ્રમાણે મુસાફરોની આવનજાવન માટે બસ દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અનલોક-4 માં તમામ રૂટ શરૂ કરી દેવાયા હતા. ત્યારે બસને સેનેટાઈઝ કરવાથી માંડીને મુસાફરોને બસમાં બેઠા પહેલા ટેમ્પરેચર ગનથી તાપમાન અને હાથ સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. હાલ એસટી તંત્ર જાણે કોરોના મહામારી છે જ નહીં તેમ મુસાફરોની સુરક્ષા અર્થે લાપરવાહ બન્યું છે. ટ્રેનસેવા બંધ હોવાના કારણે નવસારીથી સુરત જતી બસમાં મુસાફરોનો ધસારો રહે છે. સોમવારે એસટી ડેપો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે તંત્ર કેટલુ જાગૃત છે તે જાણવા નવસારી એસટી ડેપો પર ભાસ્કરે રિયાલીટી ચેક કરી હતી. જેમાં માસ્ક વગર ઉભેલા મુસાફરો, સોશિયલ ડિસ્ટન્સ ભંગ, ટેમ્પરેચર ગનથી મપાતા તાપમાનમાં ગડબડ અને ડેપો પર સેનેટાઈઝ કરવા માટે કોઈપણ સ્ટાફ હાજર ન હોવાની ત્રુટીઓ આંખે ઉડીને વળગી હતી.

અન્ય સમાચારો પણ છે...