મુસાફરોની સુવિધામાં વધારો:નવસારી જિલ્લામાંથી ઉત્તર ગુજરાત તરફ જવા માટે એસ.ટી વિભાગે વધુ 9 બસ ફાળવી, દિવાળી તહેવારને લઈ નિર્ણય કર્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારને લઈ પ્રવાસ કરતા ઉત્તર ગુજરાતના પ્રવાસીઓનો ધસારો જોતા એસ.ટી.વિભાગે વધું 9 જેટલી બસ ફાળવી છે. આ બસ સેવા લાભ પાંચમ સુધી ચાલું રહેશે. નવસારીમાં વસતા રત્નકલાકાર વર્ગ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત તરફ દિવાળી ઉજવવા માટે જતા હોય છે ત્યારે નવસારી જિલ્લા એસ.ટી વિભાગ દ્વારા પણ પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી ધાનેરા, સુરત અને દાહોદની બસોની સંખ્યામાં વધારો કર્યો છે.

9 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવી
નવસારી શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ મોટાભાગે પ્રાઇવેટ લક્ઝરી બસમાં વતનની વાટ પકડતા હોય છે. જ્યારે ધાનેરા સહિત સ્થાનિક સુરત અને દાહોદમાં વસતા મુસાફરો એસટી બસ દ્વારા દિવાળી દરમિયાન મુસાફરી કરતા હોય છે. તેને ધ્યાને રાખી એસટી વિભાગે 9 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવી છે.

અન્ય સમાચારો પણ છે...