વિરોધ મોકુફ:એસટી નિગમના કર્મચારીઓએ 7 તારીખે માસ સીએલનો કાર્યક્રમ મોકુફ રાખ્યો, સરકારે માગણીઓના નિકાલ માટે સમય માગ્યો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20મી ઓકટોબર સુધી વિરોધનો કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો

નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોના આંદોલનના ભાગરૂપે નવસારી ડેપોમાં આજે બપોરે 12.30 કલાકે ઘંટનાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો પણ સરકાર એ પડતર માંગણીઓના નિકાલ માટે સમય માગતા કર્મચારીઓએ 20 મી ઓક્ટોબર સુધી વિરોધ મોકૂફ રાખ્યો છે. નવી સરકારે થોડા સમય પહેલા જ કાર્યભાર સાંભળ્યો છે એટલે આ મામલે GSRTC ના કર્મચારીઓની પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું શક્ય ન હોવાથી કર્મચારીઓ પાસે થોડા સમયની માંગ કરી છે જેથી નવસારી ડેપો ખાતે યોજાનાર ઘટનાદની કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આગામી 20 તારીખ પછી પણ જો ઉકેલ ન આવે તો ફરીવાર વિરોધ પ્રદર્શન યોજાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલની માંગણી સાથે છેલ્લા 3-3 વર્ષથી રાજ્ય સરકારમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે છે. ઉપરાંત ગત 2019માં નિગમના ડ્રાઇવર અને કંડક્ટર કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. ડ્રાઇવર અને કંડક્ટરોને લોલીપૉપ આપતા એસટી નિગમના કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી. પ્રથમ તબક્કામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત દસ દિવસ સુધી એસટી નિગમના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. બાદમાં કર્મચારીઓએ સતત ચાર દિવસ સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા, આમ છતાં રાજ્ય સરકારે એસટી કર્મચારીઓના પ્રશ્નના ઉકેલ માટે કોઇ જ નક્કર કાર્યવાહી કરી નથી. કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં ને લઈને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને 7મીએ નવસારી સહિત રાજ્યના ડેપો કર્મચારીઓ માસ સીએલનું આયોજન હતું જે મોકૂફ રાખવામાં આવ્યું છે.પડતર માંગણીઓ શુ છે? ગુજરાત રાજ્યમાં કાર્યરત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કાર્યરત કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો જેવા કે, 2008થી ગણવેશ આપવામાં આવ્યો નથી. કર્મચારીઓ સ્વ ખર્ચે ગણવેશ બનાવીને ફરજ નિભાવી રહ્યા છે. સાથે જ 7માં પગારપંચનું એરિયસ અને ત્રીજો હપ્તો આવ્યો નથી. જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું મળ્યું નથી. એક વર્ષથી રજા પગાર મળ્યો નથી. ફિક્સ પગારદારોને માસિક વેતન 19 હજાર 500 મળવા પાત્ર છે પણ મળે છે 16 હજાર 500. આવા અનેક પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવ્યા બાદ છેલ્લા 15 દિવસ થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને 2 દિવસ મા માસ સીએલ પર પણ ઉતરવાંના હતા જે મોકૂફ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...