ખાસ સુવિધા:રક્ષાબંધનના તહેવારને લઈ નવસારી પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ રાખી કવર બનાવડાવ્યા

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી 10 રૂપિયા ચુકવી કવર મેળવી શકાશે

ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને યાદગાર બનાવવા માટે નવસારી પોસ્ટ વિભાગ દ્વારા ડિઝાઈનર રાખી કવરનું વેચાણ શરૂ કર્યું છે, અત્યાર સુધી 5 હજાર જેટલા કવર નું વેચાણ થઈ ગયું છે.દૂર રહેતા પોતાના ભાઈને બહેન રાખડી મોકલી શકે તેવા ઉદેશ્ય સાથે નવસારી પોસ્ટ વિભાગ દ્વારા એક વોટરપૃફ રાખી કવર બનાવ્યું છે. જે રક્ષાબંધનના 3 દિવસ પહેલા જ 5 હજાર જેટલા કવર વેચાઈ ગયા છે.

ભારતીય ટપાલ વિભાગ છેલ્લા 160 થી વધારે વર્ષોથી નાગરિકોને અવિરત પણે ટપાલ સેવા પુરી પાડી રહ્યું છે અને દરેક નાગરિક સાથે સીધી રીતે સંકળાયેલું છે. છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દુનિયા કોરોનાવાયરસ ની ગંભીર મહામારી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓએ આ મહામારી તેમજ લોકડાઉન સમયગાળા દરમિયાન પણ પોતાના જીવની પરવા કર્યા વગર સંપૂર્ણ સમય દરમિયાન શક્ય તેટલી સેવાઓ આપી છે.

ભારતીય ટપાલ વિભાગ ભારતમાં ઉજવાતા દરેક તહેવારો તેમજ ઉત્સવમાં પણ હંમેશા મહત્વ પણ હિસ્સો બનીને તેમની સેવાઓથી પ્રજાજનોના ઉત્સાહમાં વધારો કરે છે આગામી 22 ઓગસ્ટના રોજ આવતા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આ વર્ષે કોરોના મહામારી ને કારણે જે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકે તેમ ન હોય તેઓ પોતાની રાખડી ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના ભાઈ ના સરનામે મોકલી શકે છે તે માટે ભારતીય ટપાલ વિભાગે આ વર્ષે કોરોના મહામારી હોવા છતાં એક ખાસ વ્યવસ્થા કરી છે. જે પ્રમાણે ભારતીય ટપાલ વિભાગે આ વર્ષે રાખડી મોકલવા માટે સ્પેશ્યલ કવર બહાર પડયું છે જેની કિંમત માત્ર દસ રૂપિયા રાખવામાં આવી છે.

નવસારી જિલ્લાની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ગ્રાહકો આ કવર મેળવી શકે છે આ કવર વોટર પ્રુફ છે અને રક્ષાબંધનની સ્પેશિયલ ડિઝાઇન ધરાવતું છે. દેશ-વિદેશમાં રહેતા ભાઈઓને રાખડી મોકલવા માં આવતી બહેનોને પણ આ કોરોના મહામારી દરમિયાન પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારતીય ટપાલ વિભાગ આ વર્ષે મહામારી હોવા છતાં પણ રાખડી જરૂરથી પહોંચાડશે તેમજ સ્પીડ પોસ્ટ પણ રાખડીઓ દેશ-વિદેશમાં મોકલવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.