જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડો.મસાફુમી મોરીએ મંગળવારે નવસારી જિલ્લાના પડઘા, આમડપોર અને કછોલ ગામ પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch.243)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મોરી સાથે જાપાનથી આવેલ પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરે ડો. મસાફુમી મોરીને ફુલ સ્પાન ગર્ડર, કાસ્ટિંગ યાર્ડ્સ અને વાયડક્ટ વર્ક્સ સહિતની કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ભારતના જાપાનના રાજદૂત, સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મિનીસ્ટ્રી ઓફ લેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરિઝમ (MLIT), મિનીસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ જાપાન (MOFA), મિનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ જાપાન (MOF), મિનીસ્ટ્રી ઓફ ઈકોનોમી ટ્રેડ ઈંડિસ્ટ્રી (METI), જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA), નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. NHSRCLના પ્રતિનિધિમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.