બહાલી:બોલો! 10 વર્ષના સમય પછી નવસારી શહેરના રીંગરોડની બીજી લેન બનશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.09 કરોડના કામને અંતે પાલિકાની પબ્લીક વર્કસ કમિટીમાં બહાલી અપાઇ
  • વિરાવળથી ભેંસતખાડા તરફના અંદાજે 450 મીટરમાં માત્ર એક જ લેન બની હતી

નવસારીના રીંગરોડની 450 મીટરની બીજી લેન 10 વર્ષ પછી બનશે.નવસારી નગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેકટ પ્રકાશ ટોકીઝથી રૂસ્ટમવાડી, વિરાવળ, ભેંસતખાડા થઈ ઇસ્લામપુરા સુધીના રીંગરોડનો છે,જેમાં ભેંસતખાડાથી આગળ બનાવવો શક્ય બન્યો નથી. સૌપ્રથમ 10 વર્ષ અગાઉ વિરાવળ નાકાથી ભેસટખાડા સુધીનો બન્યો હતો, બાદમાં વિરાવળથી પ્રકાશ ટોકીઝ સુધીનો બન્યો હતો. 10 વર્ષ અગાઉ જે વિરાવળથી ભેસ્તખાડાનો બન્યો હતો તે માત્ર એક લેન જ બન્યો હતો, બીજી લેન કોઈક કારણસર બનાવાયો ન હતો.

10 વર્ષ બીજી લેન બની ન હતી. હવે 10 વર્ષ બાદ મોડે મોડે બીજી લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માર્ગને અંદાજે 1.09 કરોડના ખર્ચે પહોળો (બીજી લેન) કરી રિકાર્પેટ કરવામાં આવશે.આ કામને સોમવારે મળેલ પાલિકાની પબ્લીક વર્કસ કમિટીમાં બહાલી અપાઈ હતી.

ખરાબ માર્ગોને ઠીક કરવા 1.05 કરોડના ખર્ચને મંજૂરી
ચોમાસામાં શહેરમાં માર્ગો ખરાબ થઈ ગયા છે. આ માર્ગોને ઠીક કરવા અંદાજે 1.05 કરોડ રૂપિયાના કામને પ.વ. કમિટીમાં બહાલી અપાઈ છે. આ બિસમાર માર્ગ પર પેચવર્ક કરાશે.

રોડના કરોડોના કામને બહાલી
સોમવારે મળેલ પ.વ. કમિટીની બેઠકમાં શહેરના ઘણા માર્ગો બનાવવાના કામને મંજૂરી અપાઈ હતી. આ માટે કરોડો ખર્ચ કરાશે. રોડ ઉપરાંત બ્લોકપેવિંગ પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...