તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દક્ષિણ યુનિવર્સિટીએ નમો ટેબ્લેટ માટે લીધેલા નાણાં પરત કરવા તજવીજ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • છાત્રો નારાજ, સોમવારે કુલપતિને રજૂઆત કરશે

તાજેતરમાં વીર નમર્દ દક્ષિણ યુનિવર્સિટીની કુલપતિની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં નમો ટેબ્લેટ બાબતે છાત્રોને તેના નાણાં પરત કરવાના નિર્ણયના પગલે નવસારીના 600 જેટલા નમો ટેબલેટથી વંચિત છાત્રોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ઉપરાંત માસ પ્રમોશનના પગલે પરીક્ષા ફી અંગે સ્પષ્ટતા સહિતના પ્રશ્નો માટે કુલપતિને સોમવારે નવસારી વિદ્યાર્થી સંગઠનના સભ્યો રજૂઆત કરશે. નવસારી વિદ્યાર્થી સંગઠનના અગ્રણી નીરજ ઝાએ માહિતી આપતા જણાવ્યું કે, બે વર્ષ પહેલાં છાત્રોને નમો ટેબ્લેટ રૂ. 1000ના રાહતદરે આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

જેમાં નવસારીના 600 સહિત ગુજરાતના 12 હજાર છાત્રોને ટેબ્લેટ આપવામાં આવ્યાં નથી. હાલમાં વીર નર્મદ યુનિવર્સિટીની મિટિંગમાં નમો ટેબ્લેટ નહીં આપી નાણાં છાત્રોને પરત આપવાનો નિર્ણય કર્યો હતો, તેનો વિરોધ કર્યો હતો. બે વર્ષ સુધી નાણાં યુનિવર્સિટીમાં જમા રહ્યાં તેનું વ્યાજ સહિત વળતર આપવામાં આવે. માસ પ્રમોશનથી પાસ થયેલા છાત્રોની પરીક્ષા ફી બાબતે આગામી વર્ષમાં પરીક્ષા ફી માફ કરવામાં આવે અને હાલમાં યુનિ.માં મોક ટેસ્ટમાં ટેકનિકલ ક્ષતિ આવી છે.

તે માટે છાત્રોને થતી પરેશાની દૂર કરવા કુલપતિ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આગામી 21મી જૂન સોમવારે નવસારી વિદ્યાર્થી સંગઠનના પ્રતિક ઢીમ્મર, પ્રજાપતિ સંજય, પ્રતિભા શુકલા, કિરણ ભટ્ટે, ક્રિષ્ના પાટીલ સહિત વિદ્યાર્થિઓ સાથે યુનિવર્સિટીમાં જશે.

સમસ્યાનું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા કરો
છાત્રોની સમસ્યા માટે કોઈ વ્યવસ્થા ઉભી કરો કે જેથી વિદ્યાર્થિઓ સીધો કુલપતિ સાથે સંપર્ક કરી શકે, કેમ કે અમે નવસારીના વિદ્યાર્થીઓ છે તો વારંવાર એક-એક મુદ્દા લઈને અમે અહીં આવતા નથી, તેથી તમારા અને અમારી વચ્ચે સીધા સંવાદ થાય તેવી વ્યવસ્થા કરો. જો આનો કોઈ સંતોષકારક જવાબ નહીં મળશે તો તમામ વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરશે તેની તમામ જવાબદારી યુનિ.ની રહેશે. > નીરજ ઝા, અગ્રણી

અન્ય સમાચારો પણ છે...