દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:ઉચ્છલમાં ટેમ્પોએ છોટા હાથી ટેમ્પોને ટક્કર મારતા એકનું મોત, સોનગઢમાં સોશિયલ મીડિયા એપથી વરલી મટકાનો આંક લખતો એક પકડાયો, ચાર વોન્ટેડ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબલા ગામે તથા મહુવાના તરસાડી ગામે કામોનું ખાતમુહૂર્ત કરાયા. - Divya Bhaskar
બાબલા ગામે તથા મહુવાના તરસાડી ગામે કામોનું ખાતમુહૂર્ત કરાયા.

જામકી ગામે આઈસર ટેમ્પાએ છોટા હાથીને પાછળથી ટક્કર મારતા 1નું મોત
ઉચ્છલ તાલુકાના નેશનલ હાઈવે પર આવેલા જામકી ગામે એક આઈસર ટેમ્પાએ પુર ઝડપે આવી પાછળથી છોટા હાથીને ટક્કર મારી હતી. જેમાં સવાર દસથી વધુ મંજુરોને ઈજા પહોંચી હતી. જેમાં એક મંજુરનું સુરત સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સોનગઢમાં સોશિયલ મીડિયા એપથી વરલી મટકાનો આંક લખતો એક પકડાયો,ચાર વોન્ટેડ
સોનગઢ નગરમાં જુદા જુદા સ્થળે ફરી વોટ્સએપ એપ ના માધ્યમ થી આંકડા નો જુગાર રમાડી પોતાના શેઠ ને હિસાબ આપવા જતો એક ઈસમ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.5780 કબ્જે લીધા હતા અને બાઈક અને મોબાઈલ સહિત 60,830 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ આંકડા ભાવેશ શાહ સોનગઢ અને સંજય વસાવા વ્યારાએ લખાવેલ હતા અને હિસાબ મેનેજર સુરેશ બંસીલાલ લોહારને રાકેશ ઉર્ફે પપ્પુ શેઠના કહેવાથી આપવા જતો હતો. પોલીસે ભાવેશ શાહ, સંજય વસાવા, રાકેશ ઉર્ફે પપ્પુ અને સુરેશ લોહારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વ્યારામાં તકેદારી વિભાગ દ્વારા 700થી વધુ વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ અપાતા વિદ્યાર્થીઓમાં રાહત
વ્યારાના તકેદારી કચેરી દ્વારા તાપી જિલ્લામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મેળવેલ હોય તેવા તાપી જિલ્લાના 700 થી વધુ વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ આપવામાં આવ્યા હતા. જેને પગલે વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

બાબલા ગામે 145 લાખ તથા મહુવાના તરસાડી ગામે 99 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયા
માર્ગ અને મકાન દ્રારા આયોજીત વિકાસ કામો અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના બાબલા ગામ પાસે રૂ.145.02 લાખના ખર્ચે એસ.આર. ટુ કંસ્ટ્રકશ ન.ઓફ માઈનોર બ્રિજ એક્રોસ બાબલા કેનાલ ઓન ટી.કે. બી.એસ. એન રોડ ચે. 40/200 થી 40/400 તથા મહુવા ધારાસભ્ય મોહનભાઈના હસ્તે મહુવા તાલુકાના તરસાડી ગામે રૂ.99.73 લાખના ખર્ચે કંસ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ અક્રોસ કેનાલ ઓન બારડોલી - મહુવા રોડ ખાતે નવનિર્માણ થનાર કેનાલ સ્ટ્રકચરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
વલસાડમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. વલસાડમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2020 અંતર્ગત 179 વલસાડ વિધાનસભા મતવિભાગ ને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. બે સપ્તાહથી લોકો જોડાઇ રહ્યા છે. ત્યારે આજરોજ વલસાડ લો કોલેજમાં ટેકનિકલ કોલેજ ની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને લોકો પોતાના ફોર્મ ભરી રહ્યા છે.

માણેકપોરમાં બીમારીથી કંટાળી યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ચીખલી તાલુકાના માણેકપોર ગામે સિયાદત નગર ખાતે રહેતા હરીશભાઈ સોમજીભાઈ ગાવિત (ઉ.વ-45) કે જેમને છેલ્લા કેટલાક સમયથી ટી.બી ની બીમારી હતી અને તેમને અસ્થમા થઈ ગયેલ હોય જેથી તેઓ નોકરી ધંધે ન જઇ શકતા કંટાળી જઇ શનિવારની વહેલી સવારના સમયે માણેકપોર સીદાયતનગર નાની મસ્જીદની પાછળ આવેલ ખેતરના ટેકરા ઉપર ખેરના ઝાડની ડાળી ઉપર કાપડનો ટુકડા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મહમદ સલીમ રાવત (રહે.માણેકપોર સીદાયતનગર તા.ચીખલી) એ ઘટના અંગે ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પારડી હાઇવે પરથી જીપમાંથી દારૂ ઝડપાયો
એલસીબીએ પારડી હાઇવેથી જીપને અટકાવી તલાસી લેતા જીપના છતના ભાગે દારૂ રૂ 69000નો મળી આવતા પોલીસે કબ્જે લઇ દારૂ લઈ જતા જીપમાં સવાર સહદેવસિંહ બળવંતસિંહ રાઠોડ અને અલ્પેશ દિનેશભાઈ ડાભી બંને રહે ગીર સોમનાથ ઉનાની અટક કરી છે. આ કેસમાં ગીર સોમનાથના હરદેવસિંહ રાઠોડ અને શૈલાની તેમજ દમણનો વિનય પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.