પાલિકા સત્તાધીશો સૂતા રહ્યાં:નવસારીના સાંઢકૂવા વિસ્તારમાં 25 વર્ષ જુના વૃક્ષ કોઇ કાપી ગયું

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ લગોલગના વૃક્ષ માર્ગની શોભા પણ વધારતા હતા

નવસારીના સાંઢકૂવા વિસ્તારમાં રોડને લાગુ 25 વર્ષ જુના ઘટાદાર વૃક્ષ કપાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે. મૂળ જલાલપોરના નિવાસી અને નવસારીમાં રહેતા ભૂતપૂર્વ એલઆઈસી કર્મચારી જીતુભાઇ દેસાઈ પર્યાવરણ જાળવવા વૃક્ષ ઉછેરતા આવ્યા છે. દર વર્ષે અનેક વૃક્ષનું વાવેતર તો કરે છે પણ સાથે તેના નિભાવમાં પણ રસ લે છે. તેઓએ 1996માં નવસારીમાં સાંઢકૂવા વિસ્તારમાં કેટલાક વૃક્ષ વાવ્યા હતા અને તેનો નિભાવ કરતા વૃક્ષ ઘટાદાર ઉભા થયા હતા,જે માર્ગની શોભા પણ વધારતા હતા.

જોકે અહીંના 25 વર્ષ જુના 4 વૃક્ષ હાલમાં અચાનક જ ગાયબ જણાયા છે. કોઈક થડમાંથી કાપી ગયું હતું. આ અંગે પાલિકામાં પૂછતાછ કરતા રોડની લગોલગના વૃક્ષ પાલિકા દ્વારા ન કપાયાનું જાણવા મળ્યું છે. તો સવાલ એ છે કે કાપ્યા કોણ એ ? અને તે કાપવા જંગલ વિભાગ, પાલિકાની પરમિશન લીધી હતી કે નહીં?

જવાબદારો સામે પગલાં લેવા જોઇએ
પાલિકાની મંજૂરી લઈ 1996ના અરસામાં વૃક્ષ રોપ્યા હતા,જે અચાનક જ કપાઈ જતા મને ભારે દુઃખ થયું છે.પૂછતાછ કરતા પાલિકાએ તો ન કાપયાની જાણકારી મળી છે તો આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. > જીતુભાઇ દેસાઈ, વૃક્ષ રોપનાર, નવસારી

અન્ય સમાચારો પણ છે...