તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરબતની સેવા:નવસારીમાં કોરોનાના દર્દીઓને સામાજિક સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા શરબતના વિતરણની શરૂઆત કરાઇ

નવસારી3 દિવસ પહેલા
 • લીંબુ અને આદુ મિશ્રિત શરબત વિતરણની શરૂઆત થઈ
 • પ્રસંગ પાર્ટી પ્લોટમાં 1200 જેટલી બોટલમાં શરબત ભરીને દરરોજ વિતરણ કરાશે

નવસારી શહેર ભાજપ સંગઠન અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી શહેરની તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરતા દર્દીઓ છે તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે લીંબુ અને આદુ મિશ્રિત શરબત વિતરણની શરૂઆત થઈ છે.

શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં સારવાર કરાવતા દર્દીઓમાં વહેંચવામાં આવશે. પ્રસંગ પાર્ટી પ્લોટમાં 1200 જેટલી બોટલમાં શરબત ભરીને દરરોજ સામાજિક સંસ્થાના આગેવાનો દરેક હોસ્પિટલમાં જઈને શરબતનું વિતરણ કરાશે.

સામાજિક સંસ્થાઓ પોતાની યથાશક્તિ પ્રમાણે કોરોનાને હરાવવા માટે બનતા પ્રયાસો કરીને મદદનો હાથ લંબાવી રહ્યા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક આપતુ શરબત કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે. હાલમાં શહેર અને જિલ્લામાં સામાજિક સંસ્થાઓ આગળ આવીને વિવિધ રીતે સેવાકીય કાર્યની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે કોવિડ કેરમાં ભોજનની વ્યવસ્થાની સાથે સાથે હવે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં રોગપ્રતિકારક શક્તિ અને વિટામિન સીથી ભરપૂર શરબત વિતરણ કોરોનાના દર્દીઓને રાહત આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો