નવસારી જિલ્લામાં ચોર તસ્કરોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ દિવસના અજવાળામાં બિન્દાસ પણે ચોરીને અંજામ આપી ને નાસી જાય છે. ત્યારે ફરીવાર શહેરના રંગૂનનગર કરિશ્મા ગાર્ડનના ફ્લેટમાં ધોળેદિવસે ચોરે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના ચાંદી અને રોકડા મળી કુલ ત્રણ લાખ દસ હજારની મત્તા ચોરી કરી નાસી જતાં ટાઉન પો.સ્ટે માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોરી કરીને નાસી રહેલો શકમંદ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
રંગુનનગરના કરિશ્મા ગાર્ડનના બી ટાવર પર આવેલા ફ્લેટ નંબર 104માં પોતાના ભાઈ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા રફીક મજીદખાન છુટક કપડા વેચાણનો ધંધો કરે છે. હાલમાં જ તેઓ ડાંગ જિલ્લામાં જઈને ડાંગ દરબારમાં કપડાનું વેચાણ કરી સારો એવો નફો મેળવ્યો હતો. જે પૈસા તેણે પોતાના ભાઈને રાખવા માટે આપ્યા હતા. ત્યારે 13મી માર્ચે છાપરા રોડ ખાતે ભરાતા હાટમાં તેઓ વહેલી સવારે 9:30 વાગે ઘરને તાળું મારી ગયા હતા. જ્યારે રાત્રે આવીને ઘરે જોતા ઘરમાં સામાન વેરવિખેર જણાયો હતો અને કબાટ મુકેલા રોકડા રૂપિયા તથા ભાભીના દાગીના પણ ચોરી થયા હતા. આ સમગ્ર ઘટનામાં ફ્લેટની નીચે લાગેલા સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ બહાર જતો દેખાય છે જેને આધારે પોલીસે તપાસ કરી શરૂ કરી છે.
અજાણ્યા તસ્કરે બંધ ફ્લેટની લોખંડની જાળીને મારેલું તાળું કોઈ સાધન વડે તોડી દરવાજો ખોલી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલું કબાટ તોડી તેમાં રોકડા રૂપિયા 3,10,000 તથા સોના ચાંદીના દાગીનાઓ જેની કિંમત આંકી શકાય નથી. સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદીએ ચોરીની ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.