ગાંધીનગરની ટીમનો સપાટો:નવસારી જિલ્લામાંથી 2 દિવસમાં SMC અને CID ક્રાઇમે 4.35 લાખનો દારૂ ઝડપી પાડયો, બુટલેગરોમાં ફફડાટ

નવસારીએક મહિનો પહેલા

નવસારી જિલ્લા પોલીસના નાક નીચે ખુલ્લી જગ્યામાંથી વિદેશી દારૂની હેરાફેરી વધતા રાજ્ય ના અધિક પોલીસ મહાનિર્દેશક ના સુપર વિઝન હેઠળ રેડની કામગીરી પૂરજોશમાં શરૂ છે.જિલ્લામાં બે દિવસમાં 4.35 લાખનો વિદેશી દારૂ SMC અને CID ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે.

દમણ તેમજ અન્ય સ્થળેથી વિદેશી દારૂ લાવી ખુલ્લી જગ્યામાં ઉતારી બૂટલેગરો દારૂની હેરાફેરી કરવાની બાતમી મળતા રાજ્યની વિજિલન્સની ટીમ એક્ટિવ બનીને રેડની કામગીરી કરતા બે દિવસમાં લાખ્ખોના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં મોટા બૂટલેગરો વિદેશી દારૂ ઉતારી નાના બુટલેગરોને પહોંચાડે છે અને ત્યાંથી સપ્લાય ચેનની શરૂઆત થાય છે.

જલાલપોરમાં દેલવાડા ગામ નજીકથી CID ક્રાઈમ દ્વારા 2.40 લાખના વિદેશી દારૂ સાથે બે કાર કબજે કરાઈ છે. પોલીસે ભાવેશ રાઠોડ અને વિમલ પટેલ નામના ખેપિયાઓની ધરપકડ કરી છે. લિસ્ટેડ બુટલેગર આઝાદ,રાજુ પોલીસ અને સંજય પટેલ વોન્ટેડ જાહેર કરાયા.નોગામા ગામેથી 1.95 લાખના વિદેશી દારૂ સાથે બે કાર અને ત્રણ બાઈક કબજે કરાઈ.ઘટના સ્થળેથી તમામ આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા છે.પોલીસે જીગર ઉર્ફે કાળિયો પટેલ અને વિનોદ ઉર્ફે સીલી પટેલ સહિત 8 ને વોન્ટેડ જાહેર કર્યા.સમગ્ર મામલે ચીખલી અને CID ક્રાઈમ પોલીસે તપાસ આરંભી

રાજ્યની વિજિલન્સ અને cid ક્રાઈમ બ્રાન્ચ છે અલગ અલગ વિસ્તારમાં રેડ કરતા બુટલેગરોમાં આપ્યો છે રેડની કામગીરીને કારણે અનેક બુટલેગરો જમીનમાં ગરકાવ થયા છે. ગાંધીનગરની ટીમ દ્વારા થતી કાર્યવાહી સામે સ્થાનિક પોલીસ સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...