હવામાન:સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં નહિવત વરસાદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ વિદાય લઇ રહ્યાના એંધાણ વર્તાય રહ્યા છે
  • ચાલુ સાલ હાલ સુધીમાં સરેરાશ 70.5 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં નહિવત વરસાદ પડ્યો છે અને ચોમાસાની વિદાયના એંધાણ વર્તાયા છે. નવસારી જિલ્લામાં રવિવાર સુધીમાં સરેરાશ 70.5 ઈંચ વરસાદ પડ્યો છે.જોકે તાલુકવાર અસમાનતા છે.તાલુકવાર જોઈએ તો ખેરગામમાં 82 ઈંચ, ગણદેવીમાં 73.5 ઈંચ, ચીખલીમાં 71.5 ઈંચ,જલાલપોરમાં 60 ઈંચ,.નવસારીમાં 73 ઈંચ અને વાંસદામાં 63 ઈંચ નોંધાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 13મીએ સવારે પુરા થતા 24 કલાક દરમિયાન છેલ્લે થોડો વરસાદ પડ્યો હતો.ત્યારબાદ નહિવત વરસાદ નોંધાયો છે.

કોઈ જ તાલુકામાં નોંધનીય પાણી પડ્યું નથી. નવરાત્રિ દરમિયાન રાત્રે વરસાદની મહદઅંશે ગેરહાજરી રહેતા લોકો ગરબા રમી શક્યા હતા.બીજી તરફ મળસ્કે ઠંડક પણ શરૂ થઈ છે અને શિયાળાના એંધાણ વર્તાવા લાગ્યા છે. આ સમગ્ર વાતાવરણની સ્થિતિ જોતા ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યાનું દેખાય રહ્યું છે.

નવસારીમાં તાપમાન 3.1 ડિગ્રી વધ્યું
નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ રવિવારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા હતું અને બપોરે તેમાં ઘટાડો થતા 86 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન પ્રતિ કલાકે 3.5 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. વરસાદે વિરામ લેતા હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડી વધશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...