તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષનું જતન:જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી નાળિયેરી કલ્પવૃક્ષ સમાન

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી કરવામાં આવી

એઆઇસીઆરપી, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી.પટેલે વિશ્વ નાળિયેરી દિવસે કલ્પવૃક્ષને પૂજન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ. પી.પટેલે જણાવ્યું હતું કે, માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળિયેરને શ્રીફળ એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે.

નાળિયેરી ‘કલ્પવૃક્ષ’ સમાન છે, કારણ કે નાળિયેરીના બધા જ ભાગો જેવા કે મૂળ, થડ, પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમજ ઉદ્યોગમાં થાય છે. અગાઉના સમયમાં લોકો નાળિયેરમાંથી પણિયારું, નાળિયેરીના પાનથી ઘરની છત, કરસાટા તેમજ કાથાની દોરી જેવી બનાવી વિવિધ ઉપયોગો કરતાં હતાં. દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી આધારિત છે. જ્યાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કુલપતિએ વિશ્વ નાળિયેરી દિવસ અવસરે સૌને નાળિયેરીનો ઉછેર કરી, પગભર બનવા અનુરોધ કર્યો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્રના ડો.સુનીલ ચૌધરીએ નાળિયેરનું મહત્ત્વ સમજાવી દરેક રાજયોમાં તેની જુદી જુદી બનાવટ તથા ઉપયોગિતા વિશે માહિતગાર કર્યા હતા. સેમિનારમાં ઉપસ્થિત ખેડૂત બહેનોને પણ નાળિયેરનો ઉછેર કરીને આવક વધારવા જણાવ્યું હતું. કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટીંબડીયાએ જણાવ્યું હતું કે, નાળિયેરીનો પાક સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ, કાંપવાળી જમીન વધુ અનુકૂળ આવે છે.

જિલ્લામાં વધુને વધુ લોકો નાળિયેરીનો ઉછેર કરવા સાથે નાળિયેરીનું મહત્વ સમજાવ્યું હતું. વ્યારામાં નાળિયેરીમાંથી શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવે છે. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિ.ના ડો. પી.પી.ભાલેરાવે જણાવ્યું હતું કે, 2જી સપ્ટેમ્બરે નાળિયેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખેડૂતોએ પોતાની વધારાની આવક માટે નાળિયેરનો ઉછેર કરવા જણાવી નાળિયેરની મહત્તા વિશે સવિસ્તાર માહિતી આપી હતી.

આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના આરતીબેન સોનીએ નાળિયેરીના રેસામાંથી વિવિધ બનાવટો તથા નવસારી કૃષિ યુનિ.ના ડો. જીલેન મયાણીએ નાળિયેરીમાં મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે કુલપતિ તથા મહાનુભાવોના હસ્તે તમામ ઉપસ્થિત બહેનોને નાળિયેરી ઉછેર માટે આપવામાં આવી હતી તેમજ કૃષિ યુનિ.ના ફાર્મમાં કામ કરતાં શ્રમિકોના બાળકો માટે નોટબૂક વિતરણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...