હિંમતનગર ખાતે સ્પોર્ટસ ઓથીરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર ભાઈઓ માટેની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ વર્ગ, નવસારીના સહયોગથી સિનિયર એથ્લેટીક્સ ભાઇ-બહેનોની સ્પર્ધામાં 100 છોકરા અને 58 છોકરીઓએ ભાગ લીધો હતો. જેમાં નવસારીના 6 છોકરા અને 5 છોકરીઓ રાજ્યકક્ષાએ સિલેક્શન થયું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે યોજાય આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં નવસારી જિલ્લામાંથી પાર્થિક પીયૂષભાઈ પટેલે 400 મીટર દોડમાં ભાગ લીધો હતો. પાર્થિક પટેલે બીજો નંબર પ્રાપ્ત કરી નવસારી જિલ્લાને સિલ્વર મેડલ અપાવી ગૌરવ પ્રદાન કર્યું છે. પાર્થિકના આ વિજય બદલ નવસારીના સિનિયર કોચ અંકુર જોશી અને મદ્રેસા હાઇસ્કૂલના મઝબાન પાત્રાવાલાએ અભિનંદન આપ્યા હતા. તે સાથે નવસારીના પાર્થિક પટેલના મિત્રો અને અન્ય રમતવીરોએ પણ તેમને શુભેચ્છાની સાથે નવસારીનું નામ રોશન કરવા માટે અભિંનદન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.