તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નવસારી જિલ્લામાં આરોગ્યની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસનો મૌન વિરોધ

નવસારી3 મહિનો પહેલા
  • નવસારી નગરપાલિકા બહાર વિરોધ પ્રદર્શન કરાયું

નવસારીમાં જિલ્લામાં હજુ પણ આરોગ્યલક્ષી સેવાઓમાં કથળેલી સ્થિતિ જોવા મળી રહી છે જે લઈને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે કોરોના વેકસીનની વાત કરવામાં આવે તો છેલ્લા અનેક દિવસોથી આરોગ્ય કેન્દ્રમાં ડોઝ ખૂટી પડ્યા હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે આવા અનેક મુદ્દાઓ આવરી લઈને જિલ્લા કોંગ્રેસે સરકારની નીતિનો વિરોધ કરવા માટે નવસારી નગરપાલિકાના બહાર આવેલા મુખ્ય માર્ગ પર એક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું

જેમાં 15 જેટલા કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્લેકાર્ડ બતાવીને કથળેલી આરોગ્ય સ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકારને અપીલ કરી હતી સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય માટેની તકેદારી કાર્યકરોએ રાખી હતી,ટ્રાફિક જામ અને નિયમોનો ભંગ ન થાય તે માટે ટાઉન પોલીસ મથકનો સ્ટાફ પાલિકામાં ખડકી દેવામાં આવ્યો હતો પણ કોંગ્રેસી કાર્યકરોએ તમામ નિયમો ની અમલવારી કરીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેને જોતાં વિરોધ પ્રદર્શનને પંદરથી વીસ મિનિટ બાદ વિખેરી નાખવામાં આવ્યા હતું.

કોંગ્રેસ અગ્રણી દિપક બારોટ ના જણાવ્યા મુજબ જ્યારે પ્રજાજનો હેરાન થતાં હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકામાં ભજવી રાજધર્મ નિભાવી રહી છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી ઉપર આરોગ્ય ની કથળેલી બાબતને લઇને આકરા પ્રહારો કર્યા હતા કેટલીક હોસ્પિટલો હાલમાં જે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે તેને લઈને પણ સરકાર મધ્યસ્થી કરીને ગરીબ લોકોને લૂંટતા બચાવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી સાથે જ જિલ્લા કલેકટરની નિષ્ક્રિય લઈને પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે તેમણે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં દાતાઓ ના સહયોગથી કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભાજપ તેને પોતાની સિદ્ધિ ગણાવીને ફોટા પાડીને જશ ખાટવાનો પ્રયત્ન કરે છે તેવા ગંભીર આક્ષેપો પણ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...