જાહેરનામું:શ્રીજીની શોભાયાત્રાથી જિલ્લામાં વાહન વ્યવહારના 6 રૂટ બદલાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને મુશ્કેલી ન પડે તેથી વૈકલ્પિક માર્ગની યાદી જાહેર

નવસારી જિલ્લામાં અનંત ચૌદશે શ્રીજી પ્રતિમાનું વિસર્જન થનાર હોય કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને રૂટ નક્કી કરવામાં આવ્યા છે. નવસારી શહેરમાં કાલીયાવાડી નાકા ઝવેરી સડક વિરાવળ નાકા થઈ કસ્બા ત્રણ રસ્તા આવન જાવન માટે બંધ રહેશે. તેની જગ્યાએ લુન્સીકૂઈ ચાર રસ્તાથી દશેરા ટેકરી, કાલીયાવાડી નાકા ગ્રીડ, ધારાગીરી, ધોળાપીપળા, કસ્બા થઈ સચિનથી સુરત જવા માટે વાહનચાલકો ઉપયોગ કરી શકશે.સ્ટેશનથી ફુવારા, ગોલવાડ, ટાવર, લાયબ્રેરી થઈ જૂનાથાણા રસ્તો બંધ રહેશે. તેની જગ્યાએ રેલવે સ્ટેશનથી સાંઢકૂવા ઢાળ, આશાનગર, દુધિયા તળાવ, સિંધી કેમ્પ સર્કલ થઈ સરકિટ હાઉસ, એલસીબી ઓફિસથી એસટી ડેપો સુધીના માર્ગનો ઉપયોગ થશે.કસ્બા ત્રણ રસ્તાથી નવસારી તરફ માર્ગ બંધ રહેશે. જેના બદલે કસ્બા ત્રણ રસ્તાથી ધોળાપીપળા થઈ ગ્રીડ, કાલિયાવાડી થઈ નવસારી જતો માર્ગ ઉપયોગ કરી શકાશે.

નવસારીથી વિરાવળ પૂર્ણાં નદી તરફ જતાં માર્ગ બંધ રહેશ. જ્યારે તેના બદલે જૂનાથાણાથી ગ્રીડ થઈને હાઈવે નં. 48 તરફ જતો માર્ગ.ગણદેવી ચાર રસ્તા સર્કલ થઈ સરદાર ચોક બસ સ્ટેન્ડ, રામજી મંદિર, બંધારા, વેંગણિયા નદી, બીલીમોરા માર્ગ બંધ રહેશે. જેની જગ્યાએ ગણદેવી ચાર રસ્તાથી ધનોરી નાકા, સુગર ફેકટરી રોડ થઈ બીલીમોરા જઈ શકાશે. વલોટી બ્રહ્મદેવ થઈ બંધારા વેંગણિયા નદી, રામજી મંદિર બસસ્ટેન્ડ, સરદાર ચોક, ગણદેવી ચાર રસ્તા થઈ નવસારી તરફ જતો માર્ગ બંધ રહશે. જયારે તેની જગ્યાએ વલોટી બ્રહ્મદેવ મંદિરથી ભૈયા ટેકરી, કસ્બા રેલવે ફાટક, સુગર ફેકટરી થઈ ધનોરી નાકા થઈ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઈ નવસારી તરફ જઈ શકશે.દાંડીમાં પણ દાંડી વડ પાસે જ વાહનો મૂકી જવાનું રહેશે. વિસર્જન બાદ દાંડીથી આટ જતા રસ્તા પરથી ડાયવર્ઝન લેવું. વિજલપોર અને જલાલપોરમાં ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...