તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:નવસારીમાં દુકાનો, લારી રાત્રે 10 વાગ્યે બંધ થશે

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ સાથે પોલીસની બેઠક, કેસોને કાબૂમાં રાખવા સમય ઘટાડવા વેપારીઓ તૈયાર

નવસારીમાં રાત્રિ કરફયૂ અંગે સત્તાવાર જાહેરાત યા જાહેરનામુ તો બહાર પડાયું નથી પરંતુ કોરોનાના કેસોને કાબૂમાં લેવા પોલીસ વિભાગે વેપારીઓને રાત્રે 10 વાગ્યે દુકાન-લારીગલ્લા, હોટલ સ્વૈચ્છિક બંધ કરવા સમજાવટનો દોર ચલાવ્યો હતો.

રાજ્યમાં કોરોનાના કેસો વધતા કડક પગલાં લેવાની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદ જેવા મહાનગરમાં સત્તાવાર રાત્રિ કરફ્યૂ સુદ્ધા મુકવામાં આવ્યો છે. જોકે અહીંના નવસારી જિલ્લામાં હજુ સુધી રાત્રિ કરફ્યૂ જેવા કડક પગલાં લેવાયા નથી, જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા દુકાન-હોટલ વગેરેનો સમય મર્યાદિત કરવા અંગે કોઈ જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું નથી.

પરંતુ નવસારીમાં પણ છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો વધતા પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ અહીંના નવસારી ટાઉન પોલીસ મથક વિસ્તાર, જલાલપોર પોલીસ વિસ્તાર થથા વિજલપોર પોલીસ વિસ્તારમાં પોલીસે દુકાન-હોટલધારકો, લારીગલ્લાવાળા વગેરે સાથે વાતચીત શરૂ કરી હતી.

જેમાં લારી-ગલ્લા, દુકાન વગેરે રાત્રે 10 વાગ્યા બાદ ખુલ્લા ન રાખવા સમજાવ્યા હતા, જેમાં સફળતા મળ્યાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. કેટલીક જગ્યાએ તો વેપારીઓએ 9 યા 9.30 કલાકે જ પોતાનો ધંધો બંધ કરવાની ખાતરી આપી હતી અને ધંધાના સ્થળે વધુ ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પણ ખાતરી આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સમયમર્યાદા અંગેના છેલ્લા જાહેરનામામાં હોટલ-રેસ્ટોરન્ટનો સમય 11 વાગ્યાનો કરાયો હતો. દુકાનોનો તો કોઈ જ સમય નિર્ધારિત કરાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...