તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવભક્તોની પદયાત્રા:દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં આવેલા મીની સોમનાથ મંદિરે શિવભક્તો ઉમટી પડ્યા, ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા

નવસારી14 દિવસ પહેલા
  • શ્રાવણના છેલ્લા સોમવારે અનેક પદયાત્રીઓ આવ્યાં
  • આસ્થા અને ઉત્સાહ સાથે અનેક ભક્તો પદયાત્રા કરતા નજરે ચડ્યા

દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતીક સમા બીલીમોરાના સોમનાથ મંદિરમાં શ્રાવણના છેલ્લા સોમવારે વહેલી સવારે દર્શન કરવા અનેક શિવભક્તો ઉમટી પડ્યા હતા. ગત રાત્રે 10:00થી શિવભક્તોએ પદયાત્રાની શરૂઆત કરી હતી. દર વર્ષે મીની સોમનાથ ખાતે છેલ્લા સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તો પદયાત્રા કરીને બીલીમોરા પહોંચતા હોય છે, ત્યારે આ વર્ષે પણ એટલી જ આસ્થા અને ઉત્સાહ સાથે અનેક ભક્તો પદયાત્રા કરતા નજરે ચડ્યા હતા.

શ્રાવણમાં સોમનાથ મંદિરનો અનેરો મહિમાહિન્દુ આસ્થિકો માટે શ્રાવણ માસ ભક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો અવસર તરીકે જોવામાં આવે છે, ત્યારે શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા મુજબ ઇષ્ટદેવને યાદ કરીને તેમની પૂજા-અર્ચના કરતા હોય છે. આ માસમાં વિશિષ્ઠ રૂપે ભગવાન શિવનું મહિમાં અનેરૂ છે. શિવને રિઝવવા માટે અનેક ભક્તો પોતાની રીતે શિવાલયમાં જતા હોય છે. ત્યારે વેરાવળના સોમનાથ મંદિર બાદ દક્ષિણ ગુજરાતમાં આવેલા બીલીમોરાના મીની સોમનાથ મંદિરનું પણ અનેરૃ મહત્વ છે.

સુરતથી લઈને વલસાડ સુધીના વિસ્તારમાંથી દર વર્ષે છેલ્લા સોમવારે પદયાત્રીઓ મોટી સંખ્યામાં બીલીમોરા પહોંચતા હોય છે. જેના ભાગરૂપે રવિવારે રાત્રે પણ નવસારીથી અનેક શિવભક્તો ઇટાળવા સહિત ગણદેવી રોડ પર પગપાળા દર્શને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. શિવાલયો ભક્તોથી ઉભરાયા આજે શ્રાવણનો અંતિમ સોમવાર છે. જેથી તમામ શિવાલયો ભક્તોથી ઉભરાશે. દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે ભક્તો બીલીપત્ર અને પંચામૃતનો અભિષેક શિવલિંગ પર કરીને ધન્યતા અનુભવે છે.

દક્ષિણ ગુજરાતમાં પાંચ મહાદેવનો અનેરો મહિમાં છે. ત્યારે શ્રાવણ દરમિયાન મોટાભાગના લોકો આ પાંચ શિવલિંગના દર્શન કરીને આનંદ પ્રાપ્ત કરે છે. જેમાં ગડતમાં આવેલા કામેશ્વર મહાદેવ, અમલસાડમાં આવેલા અંધેશ્વર મહાદેવ, બીલીમોરામાં આવેલા સોમનાથ મહાદેવકછોલીના ગાંગેશ્વર મહાદેવ, ચીખલીમાં આવેલા મલ્લિકાર્જુન મહાદેવના દર્શનનો અનેરો મહિમા છે.દર વર્ષે પદયાત્રીઓ આવે છે

દર્શન કરવાપદયાત્રી સાગરના જણાવ્યાં મુજબ દરવર્ષે તેઓનું ગ્રુપ બીલીમોરાના સોમનાથ મંદિરે દર્શન કરવા જાય છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ નિરંતર પદયાત્રા કરી રહ્યા છે. ભોળાનાથની ભક્તિ કરવામાં તેમને ખૂબ આનંદ આવે છે અને તેઓ પગપાળા ચાલીને વહેલા 4 વાગ્યા સુધી બીલીમોરાના સોમનાથ મંદિરે પહોંચી ભગવાન ભોળાનાથના દર્શન પ્રાપ્ત કરીને પાછા ફરે છે.

અન્ય સમાચારો પણ છે...