ભાસ્કર રિયાલિટી ચેક:કોવિડ કેસ નોંધાયેલી શાળાઓમાં SOPના પાલનમાં ઘોર બેદરકારી

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ તંત્ર અને ઠોઠ શાળાઓ સાવચેતીની કસોટીમાં નાપાસ - Divya Bhaskar
શિક્ષણ તંત્ર અને ઠોઠ શાળાઓ સાવચેતીની કસોટીમાં નાપાસ
  • નવસારીમાં 28 દિવસમાં 34 વિદ્યાર્થી સંક્રમિત છતાં..

જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. અગાઉ 18 થી વધુ વયના મહત્તમ લોકો સંક્રમિત થયા હતા, પરંતુ હાલની સ્થિતિ જોતા બાળકો પણ હવે સંક્રમિત થઇ રહ્યા છે. જે ત્રીજી લહેરની આગાહીના રૂપે જોવાઇ રહ્યું છે. નવસારી જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં 34 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા છે.

એસઓપીની ગાઇડલાઇન આપી હોવા છતાં શાળાઓની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. ભાસ્કર ટીમે વિદ્યાર્થીઓમાં સંક્રમણ કેમ વધી રહ્યું છે તે જાણવા ગુરૂ-શુક્ર અને શનિવારે શાળાઓમાં રિયાલિટી ચેક કરતા મહત્તમ શાળાઓમાં SOPની ગાઇડલાઇનનું પાલન થતું ન હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...