નવસારીના રિંગરોડના બંદર રોડ તરફના છેડાની અનેક લાઈટો બંધ થયા બાદ દિવસોથી બંધ જ રહેતા મોડી સાંજ બાદ વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. નવસારી પંથકના લોકોને સુરત યા હાઇવે તરફ જવા ટ્રાફિકની મુશ્કેલી નહીં પડે તે માટે પાલિકાએ રિંગરોડની યોજના બનાવી હતી. જેમાં આમ તો પ્રકાશ ટોકીઝથી જુનાથાણાથી આગળ ઇસ્લામપૂરા સુધીની મૂળ યોજના હતી પણ ભેંસતખાડા સુધીનો જ બનાવી શકાયો છે.
રોડ બન્યાં બાદ તુરંત તો પાલિકાએ લાઈટો નહીં મૂકી અને મોડે મોડે મૂકી પણ આ લાઈટોનું મેઇન્ટનન્સ પણ યોગ્ય થતું નથી. આ અંગેની વિગતો જોતા ગત જુલાઇ મહિનામાં રિંગરોડ ઉપરની ઘણી લાઈટો બંધ થઈ ગઇ હતી. અનેક દિવસો બંધ રહ્યાં બાદ પાલિકાએ ચાલુ તો કરી પણ અનેક હજુ ય બંધ જ હાલતમાં છે. બંદર રોડ તરફની 8થી 10 લાઈટો દિવસોથી બંધ હાલતમાં જ છે, જેને લઇને મોડી સાંજ બાદ અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે.
વિરાન વિસ્તારમાં અઘટિત ઘટના બને તો ..
વિરાવળ નાકાથી પ્રકાશ ટોકીઝ,બંદર રોડ તરફ જતા રિંગરોડ પર વિરાવળ તરફ તો વસ્તી છે પણ બંદર રોડ તરફ છેવાડો નથી અને રાત્રે તો ભેંકાર હાલતમાં હોય છે. આ સ્થિતિમાં રાત્રે લાઇટ વિના અનિચ્છનીય ઘટના નહીં બંને તે માટે પણ તાકીદે લાઇટ મૂકવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.