તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિરસ:કબીલપોર વૈષ્ણોદેવી સમિતિનો સેવાયજ્ઞ, 23 વર્ષથી ગુરુપૂર્ણિમાના દિને ભક્તોને વૈષ્ણોદેવીના દર્શન કરાવે છે

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 25 ભક્તોથી શરૂ થયેલી આ યાત્રામાં વર્ષ-2018મા 375 લોકોનો સંઘ બન્યો

નવસારી જિલ્લામાં રહેતા માઇ ભક્તો કે જેઓ 1800 કિમી દૂર જમ્મુ કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરવાની ઇચ્છા હોય પણ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા માઇ ભક્તોને કબીલપોરમાં આવેલા માં વૈષ્ણોદેવી સેવા સંગઠન સેવા સમિતિ દ્વારા આવા માઇભક્તોને છેલ્લા 23 વર્ષથી દાતાઓના સહકારથી રાહત દરે અથવા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે માતાજીના દર્શન કરાવવાની સેવા કરી રહ્યા છે. માતાજીના દર્શનનો મહિમા ગુરુપૂર્ણિમાએ હોય આ યાત્રા તેના બે દિવસ પહેલા યોજાય છે. નવસારીમાં આ વખતે 250થી વધુ લોકો માં વૈષ્ણોદેવીના દર્શન કરવા જનાર છે.

વલસાડમાં 25 વર્ષ પહેલા એક સેવા ગ્રુપના લીલીભાઈ, નિતીનભાઈ તથા ભરતભાઈના સંચાલનમાં આયોજીત માં વૈષ્ણોદેવી યાત્રાથી પ્રેરાઇને કબીલપોરમાં રહેતા ભક્ત મહેશભાઈ ચેતનાની દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેઓની આર્થિક સ્થિતિ નબળી હોય તેમને દાતાઓના સહયોગથી મા વૈષ્ણવોદેવીની ટ્રેનમાં યાત્રા કરાવવામાં આવે છે.

માં ઉપરની શ્રધ્ધાથી ધીમે ધીમે આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા ગયા. માત્ર 25 થી 30 ભક્તોથી શરૂ થયેલી આ યાત્રામાં વર્ષ-2018મા 375 લોકોનો સંઘ બની ગયો હતો. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોમાંથી પણ આ યાત્રામાં લોકો જોડાતા હતા. આ યાત્રામાં દરેક માઇભક્તોને રહેવા-જમવા અને અન્ય પ્રવાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. 23 વર્ષમાં 5000થી વધુ માઈ ભક્તોને વૈષ્ણોદેવીનો વિનામૂલ્યે પ્રવાસ કરાવાય છે.

21મી જુલાઇએ યાત્રાનું આયોજન કરાયું છે
આર્થિક રીતે નબળા માઈ ભક્તોને દાતાઓના સહયોગથી નિ:શુલ્ક કે નજીવા ખર્ચે માતાજીના દર્શન કરાવી સેવાકીય કામ કરતા મહેશભાઈ ચેતનાની, કમલ પટેલ, વિપુલ પટેલ, કેતનભાઈ પટેલ (તવડી), પરેશ પટેલ (કાલીયાવાડી) દ્વારા 23મી જુલાઈએ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં જોડાવવા માંગતા હોય તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.

16 માઇ ભક્તોનું ગ્રુપ દર વર્ષે સેવા આપે છે
વલસાડમાં માઇભક્તોને વિનામૂલ્યે માં વૈષ્ણોદેવીના દર્શનાર્થે લઈ જતા હોય તેમની પ્રેરણાથી નવસારીમાં રહેતા અને આર્થિક સ્થિતિ નબળી ધરાવતા અને માતાજીના દર્શન કરવાની ઇચ્છા ધરાવનારા લોકો માટે અમે 16 માઇભક્તોનું ગ્રુપ બનાવી છેલ્લા 23 વર્ષથી યાત્રા કરાવીએ છીએ. જેમાં ગ્રુપના સભ્યો વિપુલ દેસાઈ, કમલ પટેલ, કેતન પટેલ અને રિતેશ અગ્રવાલ પણ નિયમિત 15 વર્ષથી જોડાય છે. આ યાત્રા માટે દાતાઓ આગળ આવ્યા છે અને તેમની સખાવત થકી માતાજીના દર્શન કરવા માઇભક્તોને ટ્રેનમાં લઈ જવામાં આવે છે. આ વર્ષે પણ 23 જુલાઈએ રોજ ગુરુપૂર્ણિમા હોય 21મી જુલાઈએ યાત્રાનું આયોજન થશે. > મહેશ ચેતનાની, સ્થાપક

અન્ય સમાચારો પણ છે...