તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ યોજાયો:નવસારીમાં પોલીસકર્મીઓ માટે સેન્સીટાઇઝેશન વર્કશોપ યોજાયો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં બુધવારે નવસારી ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા પોલીસ કર્મીઓ માટેનો સેન્સીટાઇઝેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ પોલીસ કર્મીઓ જુદી – જુદી પોલીસ સ્ટેશનમાંથી બોલાવવામાં આવ્યા હતાં. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.એમ.આર. ડેલીવાળાએ તમાકુથી થતાં શારીરિક, માનસિક અને સામાજીક નુકસાન વિશે વિગતવાર સમજ આપી હતી. ડો. ધરતીબેન ગજજરે મોંઢાના કેન્સર થવા માટે જવાબદાર કારણો વિશે માહિતગાર કર્યા હતા. મોંઢાના કેન્સરનાં લક્ષણો અને કાળજી રાખવા સમજ આપી હતી.

અક્ષય (ફેઇથ ફાઉન્ડેશન) દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમન ધારો – 2003ની કલમ – 4થી 7 વિશે માહિતી આપી કલમમાં દંડની જોગવાઇ વિશે સમજ આપી હતી. ફેઇથ ફાઉન્ડેશન (વડોદરા) દ્વારા જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધનાં બેનર્સ તથા COTPA- 2003 Act ના ચોપાનીયા તમામ તાલીમાર્થીઓને આપવામાં આવ્યાં હતા. SOG PI લિંબાચીયાએ વર્કશોપના હેતુને પાર પાડવા તમામને અપીલ કરવામાં આવી હતી. ડો. મેહુલ ડેલીવાલાએ હાલની કોવિડ –19ની પરિસ્થિતિની ચર્ચા કરતાં માસ્ક પહેરવાનું પાલન કરાવવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા પોલીસ કર્મીઓને અનુરોધ કર્યો તેમજ COTPA – 2003 Act ના અમલીકરણમાં સહયોગ આપવા અપીલ કરી હતી. વર્કશોપના અંતે ડો. ભાવશે પટેલે સૌનો આભાર માનવામાં આવ્યો તેમજ સોશિયલ વર્કર બિજલ ટંડેલે સૌને શપથ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો