સેમિનાર:નવસારી કેવિકેમાં ફ્રીઝ ડ્રાઈન્ગ ટેક્નોલોજીનો સેમિનાર યોજાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી કેવિકેમાં આર્યા પ્રોજેકટ અંતર્ગત ફ્રીઝ ડ્રાઈન્ગ ટેકનોલોજીના ઉપયોગ અંગે સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં નકૃયુના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલ અધ્યક્ષસ્થાને હાજર રહી ખેડૂતોને ફ્રીઝ ડ્રાઈન્ગ પદ્ધતિના ઉપયોગથી વિવિધ મૂલ્યવર્ધન બનાવટો બનાવવા માટે તથા ખેડૂતોને નવીનતમ પદ્ધતિ સાથે જોડાઈ મૂલ્યવર્ધનના વ્યવસાયમાં આગળ વધવા જણાવ્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન નકૃયુના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયા પણ હાજર રહ્યાં હતા અને ફ્રીઝ ડ્રાઈન્ગ ટેકનોલોજીથી બનાવેલ બનાવટોના એકસપોર્ટ માટેની તકો વિશે જણાવ્યું હતું.

પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના અનુભવી પ્રાધ્યાપક ડો. પરાગ પંડિતે ફ્રીઝ ડ્રાઈન્ગ પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી અને પ્રેકિટકલ નિદર્શન પણ આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે માત્ર ફળ શાકભાજી જ નહી પરંતુ પાઉંભાજી, દાળ ભાત, કુલચા, પરાઠા જેવી વિવિધ વાનગીઓને પણ આ પદ્ધતિથી એકસપોર્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં રમણકાખેત પેદાશોના મૂલ્યવર્ધનને ઔદ્યોગિક રીતે આગળ વધારવા માટેના કાર્યમાં રસ ધરાવતા 45 ખેડૂતોએ રસ લઈને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...