નવસારી જિલ્લામાં સખી મંડળો થકી હજારો મહિલાને લાભ થયો છે. આમ તો મહિલાઓના ઉત્થાન માટે અનેક યોજનાઓ છે, જેમાં મિશન મંગલમની સખી મંડળ બનાવી મહિલાઓને આજીવિકા પૂરી પાડી પગભર બનાવવાની યોજના અહીંના નવસારી જિલ્લામાં ખૂબ મહત્વની સાબિત થઈ છે.
આ યોજના અંતર્ગત પ્રતિ સ્વસહાય જુથ દીઠ રકમ ચૂકવવા સાથે લોન પણ પૂરી પડાય છે. એક રિવોલ્વિંગ ફંડ પણ ઉભુ કરવામાં આવ્યું છે. આર્થિક પ્રવુત્તિ સાથે જોડાયેલ જૂથો જોતા ખેતી પશુપાલનમાં 5485 જૂથો, ઉત્પાદકીય 127 જૂથો, સેવાકીય 170 અને માર્કેટિંગમાં 113 જૂથ જોડાયેલા છે. જિલ્લામાં 10 હજાર સખીમંડળ સાથે હજારો મહિલા જોડાયેલી છે.
વિશિષ્ટ પ્રોડક્ટોની બનાવટ અને વેચાણ માટે મેળાઓ
સખી મંડળની બહેનો દ્વારા વિશિષ્ટ પ્રવૃત્તિ થાય છે જેમાં આર્ટીફિશિયલ ફ્લાવર, ઇકોફ્રેન્ડલી મૂર્તિ, માટીના કોડિયાં, જ્વેલરી, બેગ, બાજ દલિયા, વાંસની બનાવટ, નાગલીની પાપડી, કાજુ-હળદર પ્રોસેસિંગ, મધ કેન્દ્ર, કેરીના રસની બનાવટ વગેરેનો સમાવેશ થાય છે. ઉકત પ્રોડક્ટના વેચાણ માટે મેળાઓનું પણ આયોજન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.