તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપ ઉમેદવારોની પસંદગી આખરી તબક્કામાં, કોંગ્રેસમાં 90 ટકા ફાઇનલ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી-વિજલપોર પાલિકાની ચૂંટણીની કશ્મકશ જારી

નવસારી-વિજલપોર પાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો યોજાનાર પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાનું તો 8 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે પણ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષમાં પણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ભાજપમાં 52 બેઠક માટે 221 જેટલાએ દાવેદારી કરી છે. આ દાવેદારી બાદ પક્ષની જિલ્લા સંકલનની બેઠક મળી રહી છે.

બાદમાં હવે દાવેદારોની નામાવલી પ્રદેશ કક્ષાએ સુપરત કરાશે અને આખરી નિર્ણય પ્રદેશ કક્ષાએ જ લેવાશે એમ જાણવા મળ્યું છે. રવિવારે મહત્વની બેઠક પ્રદેશ કક્ષાએ મળી રહ્યાનું પણ જાણવા મળ્યું છે. પસંદગીની પ્રક્રિયા આખરી તબક્કામાં ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ તમામ બેઠકો માટે ઉમેદવારો ઉતારશે, જેમાં કોંગ્રેસે તો 90 ટકા ઉમેદવારો નક્કી પણ કરી દીધાનું જાણવા મળ્યું છે, જોકે જાહેરાત બાદમાં કરશે.

ભાજપમાં અનેક દાવેદાર પહેલેથી જ બહાર
ભાજપમાં આમ તો ઘણા દાવેદારો અગાઉથી જ રેસમાંથી બહાર નીકળી ચૂક્યા છે. 60 વર્ષથી ઉપરના, વોર્ડ બહારના, ત્રણ ટર્મથી ચૂંટાતાને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાતા ઘણા સિનિયરો રેસમાંથી બહાર થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો