નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી (ICAR) ના નેજા હેઠળ વર્લ્ડ બેંક પુરસ્કૃત સેન્ટર ફોર સેકન્ડરી એગ્રીકલ્ચર NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત ફરી વાર યુનિવર્સિટીના 09 એગ્રીકલ્ચર વિભાગના અનુસ્નાતક વિદ્યાર્થીઓની ડાંગર વિષય પર IRRI - ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફિલિપાઇન્સ ખાતે તાલીમ અર્થે પસંદગી કરવામાં આવી છે.
આ વિદ્યાર્થીઓ એક માસ માટે તેઓના ચોક્કસ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં તાલીમ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ખાતે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલપતિએ દરેક વિદ્યાર્થીઓ સાથે પારસ્પરિક વાર્તાલાપ કરી જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય તાલીમ તેઓની કારકિર્દીમાં ખુબ મોટો ફાળો ભજવશે તેમજ વ્યવહારુ કૌશલ્ય કેળવશે ઉપરાંત કુલપતિએ તેમની અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમની તાલીમ દ્વારા આપણી યુનિવર્સિટી તથા દક્ષિણ ગુજરાતના ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ફાયદાકારક યોગદાન આપી શકે એવી શુભેચ્છા પઠાવી હતી.
આ પ્રોજેક્ટ હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટીના પસંદગી પામેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓ ડાંગરના સંશોધન માટેની વિશ્વની અગ્રણી સંસ્થા એવી આંતરરાષ્ટ્રીય ડાંગર સંશોધન સંસ્થા (IRRI), ફિલિપાઇન્સમાં તાલીમ મેળવવા જઈ રહ્યા છે જેનો સંપૂર્ણ ખર્ચ જેમકે મુસાફરી ટિકિટ, વિઝા, રહેઠાણ, વગેરે NAHEP-CAAST પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવશે. જેઓની ભારત સરકાર દ્વારા પરવાનગી પણ મળેલ છે. જે બદલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.