બિયારણની ખરીદી:નવસારીમાં બિયારણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, ખેડૂતોને હવે નવી જાતો પણ ઉપલબ્ધ કરાવાશે

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુણવત્તાયુક્ત બિ​​​​​​​યારણ માટે વાર્ષિક સરેરાશ 6 હજારથી વધુ બિયારણના નમુના લેવામાં આવે છે

રાજય સરકાર દ્વારા જુની રજીસ્ટ્રેશન પ્રથાના સ્થાને ઝડપી, સરળ અને પારદર્શકતા આવે તે હેતુસર ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. રજીસ્ટ્રન પક્રિયા શરૂ થતાં જ ખેડૂતોએ કેટલીક સાવચેતી પણ રાખવાની જરૂર જણાય છે.

ખાસ કરીને જેમાં કંપની પાસેથી પાકની જાતના ગુણધર્મ તેના ઉત્પાદન સંબંધી આંકડાકીય વિગતો રોગ જીવાત સંબંધી વિગતો તેમજ કંપની પાસેની સંશોધન અંગેની સુવિધાઓ સંબંધી વિગતો મેળવી લેવાની રહેશે. આ પદ્ધતિથી નવીન જાતોની નોંધણી ઝડપી બનશે અને નવી જાતો ઝડપથી ખેડૂતોને ઉપલબ્ધ થશે.

જો કોઇ ખેડૂતને બિયારણ વાવ્યા બાદ ઉભા પાક સંબંધી કોઇ ફરિયાદ હોય તો તેના માટે પણ રાજય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકોની સમિતિની પણ રચના કરવામાં આવેલી છે.

રાજયમાં વેચાતી બીટી કપાસની સશોધિત જાતોના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા નમુના લેવામાં આવે છે અને તેની ચકાસણી ગાંધીનગરની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે. આ ઉપરાંત બીટી બિયારણ વેચતી કંપનીઓ દ્વારા પણ પોતાની જાતોના નમુના નિયત ફી ભરી ચકાસવા ગાંધીનગરની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે, તેથી બીટી કપાસની ચકાસણી થતી નથી તે વાત તદન વાહીયાત અને ઉપજાવી કાઢેલી છે.

રાજયનાં ખેડૂતોને ગુણવત્તાયુકત બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે વાર્ષિક સરેરાશ 6 હજારથી વધુ બિયારણના નમુના લેવામાં આવે છે.ચકાસણીમાં બિન પ્રમાણિત થનાર જાતો સામે બિયારણ અધિનિયમ-1966 અને બિયારણ કંટ્રોલ ઓર્ડર-1983 હેઠ્ળ કાયદેસરના પગલાં પણ લેવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે અનેકવિધ સહાય પુરી પાડવામાં આવે છે. હવે િબયારણ માટે પણ સરકાર પારદર્શનક વ્યવહાર રાખી રહી છે.

બિયારણ લેતી વેળા આ સાવચેતી જરૂરી
નવસારી : રાજયનાં તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થા અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર પુરુ નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનુ નામ લોટ નંબર, ઉત્પાદન અને મુદત પુરી થઇ ગયેલ નથી તે બાબતે ખાસ કરવી અને કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહી.

વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ બીલ સાચવી રાખવું જરૂરી છે. કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદક્નું નામ સરનામુ અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી કરવી નહી.

અન્ય સમાચારો પણ છે...