તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ક્રીનિંગ શરૂ:નવસારી જિલ્લાના ફરીવાર કોરોના સંક્રમણ ન ફેલાય એટલે આરોગ્ય વિભાગ દ્વારા બોર્ડર પર સ્ક્રિનિંગ શરૂ

નવસારી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ ફરી ન ફેલાય એટલે રાજ્ય કક્ષાએ તમામ જિલ્લા પંચાયતમાં કાર્યરત આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી અન્ય રાજ્યોમાં સંક્રમણ ફેલાતા સાવચેતી રૂપે પગલાં

નવસારી જિલ્લાના વાસદામાં આવેલા મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્યલક્ષી તપાસ કરવા માટે ટિમ તહેનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, કેરળ અને ઝારખંડ જેવા રાજ્યોમાં જે રીતે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે જેને લઇને મહારાષ્ટ્ર તરફથી નવસારી જિલ્લામાં પ્રવેશદ્વાર પાસે પ્રાથમિક આરોગ્ય ટિમ આરોગ્યલક્ષી તપાસ કરી રહી છે.

હાલમાં નવસારી શહેર અને જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેને જોતાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રથી કામ અર્થે નવસારી આવતા લોકો જો કોરોના સંક્રમણ ફેલાવે તો ફરીવાર ગુજરાતમાં પણ કોરોના કેસ વધવાની આશંકાને જોતા જિલ્લા આરોગ્ય વિભાગે પોતાના કર્મચારીઓને બોર્ડર ઉપર તૈનાત કરી સ્ક્રીનિંગ કરવાની શરૂઆત કરી છે

વાંસદા તાલુકાના બોર્ડર પર આરોગ્ય ટીમ તહેનાત

વાસદા પી.એચ.સીના હદ વિસ્તારમાં આવતા બીલીમોડા ગામ પાસે મહારાષ્ટ્રથી નવસારી જિલ્લાના પ્રવેશદ્વાર પાસે વાહન ચાલકો અને રાહદારીઓની આરોગ્યલક્ષી તપાસ થઇ રહી છે નવસારી જિલ્લો મુંબઈ સાથે વ્યાપારિક સંબંધ ધરાવે છે અનેક લોકો દરરોજ અપડાઉન કરે છે, ત્યારે જિલ્લામાં ફરીવાર સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય કક્ષાએ તમામ જિલ્લા પંચાયતમાં કાર્યરત આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે તે મુજબ સ્ક્રિનિંગની શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો