દેશપ્રેમ:શાળાઓ બનાવી NRI અદા કરી રહ્યાં છે વતનપ્રેમ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હર્ષદભાઇએ વર્ષ 2009થી શરૂ કરેલ ફાઉન્ડેશને 16 શાળા બનાવીને ટ્રસ્ટને સુપરત કરી

નવસારીના સાતેમ ગામના અને 1975થી અમેરિકા સ્થાયી થયેલા હર્ષદભાઇ પટેલ અને તેમના પત્ની નયનાબેન પટેલ પોતાનો વતન પ્રેમ અદા કરી ઋણ ચુકવી રહ્યાં છે. અમેરિકામાં મેન્યુફેક્ચરીંગ કંપનીના માલિક એવા હર્ષદભાઇએ ગુજરાતના બાળકોને યોગ્ય સવલતો સાથેનું શિક્ષણ મળે તેવા આશયથી વર્ષ 2009માં અમેરિકામાં શિતાંજલી અને ભારતમાં ખુશાલભાઇ સાતેમ સેવા ફાઉન્ડેશન (કેએસએસ)ની સ્થાપના કરી. આશરે 100 વર્ષની આવરદા ધરાવતી એડવાન્સ શાળા બનાવીને જેતે ટ્રસ્ટને પરત કરે છે.

આજ સુધી તેઓએ કુલ 16 શાળા બનાવી આપી છે અને આ વર્ષે અન્ય 5 શાળા પણ તૈયાર છે. ફાઉન્ડેશનમાં દર વર્ષે આશરે 10 થી 15 શાળા કે આશ્રમ શાળાની અરજી આવે છે. અરજી આવ્યા બાદ હર્ષદભાઇની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી તેની માટીનો ટેસ્ટ કરાવી તે રિપોર્ટ અમેરિકા મોકલવામાં આવે છે. અમેરિકામાં તે રિપોર્ટ જોઇને તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને એક વર્ષની અંદર તેનું બાંધકામ કરી કાર્યરત કરવામાં આવે છે. ફાઉન્ડેશનની જ ટીમ આવીને બાંધકામની સંપુર્ણ કામગીરી કરે છે.

તેમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. આ કામગીરી માટે હર્ષદભાઇ દર વર્ષે ઓગસ્ટ અને ડિસેમ્બર એમ બે વખત ભારત આવે છે. શાળા બનાવવાની કામગીરીમાં મુખ્ય દાતા તરીકે હર્ષદભાઇ હોય છે અને જેતે ગામ કે વિસ્તારના અન્ય દાતાઓને સાથે રાખીને શાળા બનાવે છે. અમેરિકામાં હર્ષદભાઇની સાથે તેમના પત્ની નયનાબેન, રાજેશબાઇ પટેલ, ચિરંજીવ પાટીલ,

અન્ય સમાચારો પણ છે...