હવામાન:નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા ઝાપટા જારી

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં વાંસદામાં 12 મિમી, નવસારીમાં 9 મિમી.

નવસારી િજલ્લામાં રવિવારે પણ વરસાદના છૂટાછવાયા ઝાપટા પડતા રહ્યાં હતા. મોસમ િવભાગે કરેલ આગાહી મુજબ રવિવારે જિલ્લામાં વધુ વરસાદ ન પડ્યો પણ છૂટાછવાયા ઝાપટા પડતાં રહ્યાં હતા. રવિવારે સાંજે 8.00 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન વાંસદામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

જિલ્લા મથક નવસારીમાં 9 મિમી વરસાદ નોંધાયો હતો. આ જ સમય ગાળા દરમિયાન જલાલપોરમાં 6 મિમી. અને ખેરગામમાં 3 મિલીમીટર વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.નવસારી શહેરમાં રવિવારે અવાર-નવાર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

સવારના સમયે લઘુત્તમ તાપમાન 23.5 િડગ્રી અને બપોરના સમયે મહત્તમ તાપમાન 31.5 િડગ્રી નોંધાયંુ હતું. સવારે 98 ટકા અને બપોરના સમયે પણ ભેજપનું પ્રમાણ 81 ટકા જેટલું વધુ રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રવિવારે પવન પણ વધુ ફૂંકાયો હતો. દિવસ દરમિયાન પવન સરેરાશ 6.7 િકલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયાે હતો.

અન્ય સમાચારો પણ છે...