મોસમ વિભાગ:9મી જૂને નવસારી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10મીએ જિલ્લાના ખુડવેલમાં PMની સભા

નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 9 જૂનના રોજ ભારતીય મોસમ વિભાગ દ્વારા છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જોકે પહેલા 5 જૂનથી 8 જૂન દરમિયાન વરસાદની આગાહી કરાઇ નથી.

ભારતીય મોસમ િવભાગ વાતાવરણની આગાહી કરતું રહી છે. મોસમ વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં 5થી 8 જૂન દરમિયાન વરસાદની આગાહી કરાઇ નથી. જો કે 9મી જૂનના રોજ નવસારી િજલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ‘છૂટો છવાયો’ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે આગામી 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે સભા યોજાઇ રહી છે. 10મીના રોજની હજુ આગાહી પ્રાપ્ત થઇ નથી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મોસમ વિભાગે આપેલ માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સવારે નોંધાયું હતું.

નવસારીમાં સવારે ભેજનું પ્રમાણ 85 ટકા અને બપોરે ઘટાડો થઈ 63 ટકા થયું હતું. વાતાવરણમાં ભેજ વધુ હોય ઉકળાટથી લોકો પરેશાન થયા હતા. પવનની દિશા દક્ષિણથી પશ્ચિમ તરફ પ્રતિ કલાકે 7.4 કિમીની રહી હતી. એક સપ્તાહ પહેલા પવનની ગતિમાં વધારો થયો હતો અને તેની ગતિમાં ઘટાડો થયા બાદ ભેજના કારણે લોકો બફારાથી અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...