તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:વિંજલપુર વિસ્તારમાં કલર ઉડાવવા બાબતે બે જૂથ વચ્ચે છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ

નવસારી2 મહિનો પહેલા
 • પોલીસે નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

વિજલપુર વિસ્તાર એટલે મીની ભારત અહીં મોટાભાગે પરપ્રાંતીઓ અને ઉત્તર ભારતીયો વસે છે જેને લઇને ધુળેટી ને લઈને અહીં મોટા પ્રમાણમાં ઉજવણી થતી હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક બીજાને રંગ લગાવવાની નજીવી બાબતે બે જૂથ છૂટાહાથની મારામારી કરતા હોય એ વીડિયોમાં જોઇ શકાય છે

જેને લઇને સમગ્ર મામલો વિજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે હાલમાં પોલીસ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ આ મારામારીમાં એક યુવાનને ઇજા થઇ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે વિજલપુર પોલીસે મારામારી કરનાર બન્ને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા મામલે વિગત લઈને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે હાલમાં આ મામલે કોઈ FIR નોંધાઈ નથી.

જિલ્લાના ત્રણ થી વધુ પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ધુળેટી ઉજવતા હોય તેવા કેસો ને લઈને પણ કામગીરી શરૂ છે ધૂળેટીના તહેવાર પર અનેક લોકો છાકટા બની જાહેર રોડ પર આવીને ઉજવણી કરતા હોય છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસે કોરોના ના નિયમોનું પાલન કરાવવા સાથે દારૂ પીને ઉજવણી કરતા લોકો પર લાલ આંખ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો