વિવાદ:પતિના દેવા અંગે કહેવા જતાં માર મારીને સાસરિયાએ કાઢી મૂકી

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં રહેતી ચાંદનીબેન નિરવ વોરાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપી હતી કે તેણીના લગ્ન વર્ષ-2013મા રાજકોટમાં રહેતા નિરવ રાજેશ વોરા સાથે થયા હતા. તેઓને રાજકોટના પતિ અને સાસુ સસરા સારી રીતે રાખ્યાં બાદ દહેજની માગ શરૂ કરી હતી. નિરવ વોરાએ પિતા અને કાકા સાથે ધંધો શરૂ કર્યો હતો પણ દારૂ અને જુગારની લત લાગતા 70 લાખનું દેવું કર્યું હતું, ત્યારબાદ બીજો ધંધો શરૂ કર્યો તેમાં પણ ખોટ ખાઈ હતી. ધંધામાં ખોટ થતા પતિએ તેના મિત્ર પાસે સારા સંબંધ રાખવા માટે જણાવી 10 લાખ લીધા હતા.

દરેક ધંધામાં ખોટ થતા સાસુ અલકા, સસરા રાજેશ વોરા, કાકી સાસુ-કાકાસસરાએ પણ પરિણીતાના પગ ખરાબ છે. તે જ્યારથી આવી ત્યારથી ધંધામાં ખોટ થાય છે તેવા મહેણાં ટોણા મારતા હતા. દોઢ કરોડનું દેવું થઈ જતાં પરિણીતાને નાણાં પિયરેથી લાવવા પણ દબાણ કરતા હતા. સવા વર્ષ પહેલાં પતિની ખરાબ આદતો વિશે સાસુ-સસારને કહેવા જતા તેઓએ પતિનું ઉપરાણું લઈને માર મારી ઘરેથી કાઢી મૂકતા પરિણીતાએ આખરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...